VIDEO: સરફરાઝ માટે દુઃખ થયું, મેં ખોટો કોલ આપ્યો હતો : જાડેજાએ પોસ્ટ કરી

ભારત-ઈંગ્લેડની ટેસ્ટ મેચમાં રન આઉટ મામલે વિવાદ સર્જાતા સરફરાજ અને જાડેજાએ આપી પ્રતિક્રિયા

સરફરાજના રમ આઉટ મામલે જાડેજાએ ભુલ સ્વિકારી, તો સરફરાજે કહ્યું, ક્યારેક ગેરસમજ થઈ જાય

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
VIDEO: સરફરાઝ માટે દુઃખ થયું, મેં ખોટો કોલ આપ્યો હતો : જાડેજાએ પોસ્ટ કરી 1 - image


India Vs England 3Rd Test Match Runout Controversy : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરિઝની ત્રીજી મેચ રાજકોટ (Rajkot)માં આજથી શરૂ થઈ ગઈ છે. મેચમાં પ્રથમ દિવસે જ સરફરાજ ખાન (Sarfaraz Khan)ના રન આઉટ મામલે વિવાદ સર્જાયો છે. આજની મેચમાં સરફરાજે તેની આંતરરાષ્ટ્રીય કેરિયરની પ્રથમ મેચમાં જ અર્ધસદી ફટકારી છે. તેણે 66 બોલમાં 62 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની ભુલના કારણે સરફરાજ રન આઉટ થતા ભારે વિવાદ સર્જાયો છે. તે આઉટ થતા રોહિત શર્મા (Rohit Sharma)નું રિએક્શન પણ વાયરલ થઈ રહ્યું છે. 

રન આઉટ વિવાદ મામલે સરફરાજ-જાડેજાએ પ્રતિક્રિયા આપી

રન આઉટ વિવાદ મામલે સરફરાજ અને જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની ભુલ સ્વીકારી છે. તેણે લખ્યું કે, ‘સરફરાજ ખાન માટે ખોટું લાગી રહ્યું છે. મેં ખોટો કોલ આપ્યો હતો. તેઓ સારુ રમ્યા.’ બીજીતરફ મેચ બાદ કૉન્ફરન્સમાં સરફરાજે કહ્યું કે, ‘ક્યારેક ગેરસમજ થઈ જાય છે અને તે ખેલનો એક ભાગ છે. ક્યારેક તમે રન આઉટ થઈ જાવ છો. આવી બાબતો બનતી રહેતી હોય છે.’

સરફરાજે જાડેજાના વખાણ કર્યા

સરફરાજે કહ્યું કે, ‘મેચમાં જાડેજાએ મારી સંપૂર્ણ મદદ કરી. મેં લંચ વખતે તેમની સાથે વાત કરી. હું એવા પ્રકારનો બોલર છું, જે બોલિંગ કરતી વખતે એ બાબતે વાત કરવાનું પસંદ કરે છે કે, શું ચાલી રહ્યું છે, તેથી મેં જાડેજાને કહ્યું કે, જ્યારે હું બોલિંગ કરું, તો મારી સાથે વાત કરતા રહે. તેમણે આજે મારું ખુબ સમર્થન કર્યું અને વાત કરી.’

સરફરાજ કેવી રીતે રન આઉટ થયો હતો?

વાસ્તવમાં મેચની 82મી ઓવરના પાંચમાં બોલે રવિન્દ્ર જાડેજા સ્ટ્રાઈક પર હતો. તેણે જેમ્સ એન્ડરસનની બોલિંગમાં મિડ-ઑન તરફ શૉટ ફટકાર્યો. તેઓ 99 રનના સ્કોર પર હતા. જાડેજા એક રન લઈ સદી ફટકારવા ઈચ્છતો હતો, તે રન દોડવા આગળ વધ્યો અને પછી સ્ટોપ થઈ ગયો, પરંતુ બીજીતરફ સામે ઉભેલો સરફરાજ ઘણો આગળ વધી ગયો ને મિડ-ઑન પર ઉભેલા માર્ક વુડે સીધો જ સ્ટમ્પર પર થ્રો મારી દીધો, જેના કારણે સરફરાજ રન આઉટ થઈ ગયો.

દરમિયાન ભારતે આજે પ્રથમ દિવસની રમતના અંતે પાંચ વિકેટે 325 રન બનાવ્યા છે. ભારત તરફથી રોહિત શર્માએ 131 રન અને રવિન્દ્ર જાડેજાએ 110 રન ફટકાર્યા છે. જ્યારે સરફરાજે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 62 રન નોંધાવ્યા છે.


Google NewsGoogle News