IND vs ENG : રોહિત શર્મા 24 અને જાયસવાલ 16 રન પર અણનમ, ત્રીજા દિવસની રમત પૂર્ણ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
IND vs ENG : રોહિત શર્મા 24 અને જાયસવાલ 16 રન પર અણનમ, ત્રીજા દિવસની રમત પૂર્ણ 1 - image


IND vs ENG 4th Test Day 3 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં પાંચ મેચોની ટેસ્ટ સીરીઝનો ચોથો મુકાબલો રમાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં જો રૂટની સદીની મદદથી 353 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે પોતાની પહેલી ઈનિંગમાં 307 રન બનાવ્યા. આજે મેચનો ત્રીજો દિવસ રહ્યો અને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 145 રન પર પૂર્ણ થઈ. ભારતની સામે 192 રનનો ટાર્ગેટ છે.

ત્રીજા દિવસની રમત પૂર્ણ

ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ચૂકી છે. ભારતે પોતાની બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર 40 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 24 રન અને યશસ્વી જાયસવાલ 16 રન બનાવીને અણનમ છે. ટીમ ઈન્ડિયાને હજુ પણ જીત માટે 152 રનની જરૂર છે.

બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 145 રન પર ઑલઆઉટ

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ ત્રીજા દિવસે 145 રનના સ્કોર પર સમેટાઈ ગઈ. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 353 રન બનાવ્યા હતા. ત્યારે, ભારતની પહેલી ઈનિંગ આજે 307 રન પર પૂર્ણ થઈ ગઈ હતી. પહેલી ઈનિંગના આધારે ઈંગ્લિશ ટીમને 46 રનની જરૂર હતી. તેવામાં ઈંગ્લિશ ટીમની કુલ લીડ 191 રનની થઈ અને ભારતની સામે 192 રનનો ટાર્ગેટ છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતવામાં સફળ થાય છે તો સીરીઝમાં 3-1ની લીડ મળશે. ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં અને ભારતે બીજી અને ત્રીજી ટેસ્ટમાં જીત મેળવી હતી. રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ ઝડપી. આ તેમની ટેસ્ટમાં 35મી ફાઈવ વિકેટ હોલ હતી. ત્યારે, કુલદીપે ચાંર વિકેટ ઝડપી અને રવીન્દ્ર જાડેજાને એક વિકેટ મળી.



Google NewsGoogle News