ભારતીય ટીમને થયું મોટું નુકસાન, સુપર-8 પહેલા તૈયારીનો મોકો ન મળ્યો, કેનેડા સામેની મેચ રદ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
ભારતીય ટીમને થયું મોટું નુકસાન, સુપર-8 પહેલા તૈયારીનો મોકો ન મળ્યો, કેનેડા સામેની મેચ રદ 1 - image


T20 World Cup 2024 : સુપર-8માં એન્ટ્રી તો કરી લીધી પરંતુ એના માટે તૈયારી કરી શકે તે માટે લીગ રાઉન્ડની છેલ્લી મેચ ધોવાઈ જતાં ભારતીય ટીમનો ઝટકો લાગ્યો છે. T20 વર્લ્ડકપમાં ગ્રૂપ Aમાં કેનેડા સામે આજે લીગ રાઉન્ડની છેલ્લી મેચ ભારતીય ટીમે રમવાની હતી પરંતુ વરસાદને કારણે આ મેચ રદ થઇ ગઇ છે. 

એક પણ બોલ ન નખાયો 

માહિતી અનુસાર ભીના આઉટફિલડને કારણે ભારત અને કેનેડાની વચ્ચેની મેચ રદ કરવાની ફરજ પડી છે. એટલે કે એક પણ બોલ ફેંક્યા વિના આ મેચ રદ થઇ ગઇ છે. મેચ રદ થયા બાદ ભારત અને કેનેડા બંને ટીમને એક એક પોઈન્ટ મળી ગયા હતા. ગ્રૂપ Aમાં ભારતીય ટીમ ટોપ પર રહી હતી અને તે હવે સુપર 8માં પ્રવેશી ગઈ છે. 

પાકિસ્તાન પણ બહાર ફેંકાઈ 

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના ગ્રૂપમાં પાકિસ્તાન ટીમ પણ સામેલ હતી. ગઇકાલે જ યુએસએ અને આયરલેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જતાં પાકિસ્તાન ટીમ પણ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થઇ ગઈ હતી. તેની હવે આયરલેન્ડ સામે મેચ રહી ગઈ છે જે ઔપચારિક જ છે. તેના પરિણામથી પોઈન્ટ ટેબલમાં કોઈ ફેર પડવાનો નથી. 

ભારતીય ટીમને થયું મોટું નુકસાન, સુપર-8 પહેલા તૈયારીનો મોકો ન મળ્યો, કેનેડા સામેની મેચ રદ 2 - image


Google NewsGoogle News