Get The App

બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાના છગ્ગાના વરસાદથી 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, વર્લ્ડ કપ જીતવાની આશા વધી

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાના છગ્ગાના વરસાદથી 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, વર્લ્ડ કપ જીતવાની આશા વધી 1 - image


T20 World Cup News: T20 વર્લ્ડકપમાં જબરદસ્ત દેખાવ કરીને ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટ જીતવાના મજબૂત દાવેદાર તરીકે ઉભરી છે. ભારતીય ક્રિકેટ ટીમે એક મેચમાં છગ્ગાનો વરસાદ કરી વધુ એક રેકોર્ડ સર્જ્યો છે. આમ, આ ટુર્નામેન્ટ એવો પણ ઇશારો કરી રહી છે કે, ભારત આ વર્ષે T20 વર્લ્ડકપ ચેમ્પિયન બનશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય બેટ્સમેનોએ બાંગ્લાદેશ વિરૂદ્ધની મેચમાં 13 છગ્ગા ફટકારી 17 વર્ષ જૂનો પોતાનો જ રેડોર્ડ તોડી નાંખ્યો છે. આમ, ભારતીય ટીમના બેટ્સમેન ફોર્મમાં હોવાથી ભારતની વર્લ્ડકપ જીતવાની આશા વધી છે.

17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ટીમે 2007ના ટી 20 વિશ્વકપમાં ડરબનમાં રમાયેલી ઇંગ્લેન્ડ વિરૂદ્ધની મેચમાં 11 છગ્ગા ફટકારી રેકોર્ડ સર્જ્યો હતો. પરંતુ 17 વર્ષ બાદ 2024ના ટી 20 વર્લ્ડકપમાં ભારતે 13 છગ્ગા ફટકારી પોતાના રેકોર્ડને તોડી દીધો છે. ઉપરાંત 2007માં સૌથી વધુ છગ્ગા ફટકારવાની સાથે ભારતીય ટીમ વિશ્વકપ વિજેતા પણ બની હતી. ત્યારે સવાલ થાય છે કે, શું ભારત રેકોર્ડ તોડવાની સાથે ઇતિહાસનું પુનરાવર્તન કરી વર્લ્ડકપ ચેમ્પિયન બની શકશે?

ભારતીય ટીમે 1 મેચમાં 13 છગ્ગા કંઇ રીતે ફટકાર્યા?

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાયેલી મેચમાં 13 છગ્ગા ફટકારી ઇતિહાસ રચવામાં ભારતના ટોપ ઓર્ડરના તમામ 6 બેટ્સમેનની ભૂમિકા રહી છે. કારણ કે, બધાએ મળીને 13 છગ્ગા ફટકાર્યા હતા. જેમાં વિરાટ કોહલી, હાર્દિક પાંડ્યા અને શિવમ દૂબેએ સૌથી વધુ 3-3 છગ્ગા ફટકાર્યા હતા. તેમજ ઋષભ પંતે 2 જ્યારે રોહિત શર્મા અને સૂર્યકુમારે 1-1 છગ્ગા ફટકાર્યા હતા.


Google NewsGoogle News