T20 વર્લ્ડ કપઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ એન્ટિગુઆની પિચ પર રમાશે, જાણો કોને ફાયદો મળશે
IND vs BAN Pitch Report: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલ ટી 20 વિશ્વકપના સુપર-8 વચ્ચે રસાકસીભર્યા મુકાબલા ખેલાઈ રહ્યાં છે. ભારત અને બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ 2024ની 47મી મેચ આજે એટલેકે શનિવાર, 22 જૂને સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે અતિમહત્વની છે.
ભારતની નજર સેમિફાઇનલ માટે પોતાની દાવેદારી મજબૂત કરવાની તક હશે તો બાંગ્લાદેશે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. નોંધનીય છે કે આ મેદાન પર જ બાંગ્લાદેશ પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.
આવો હવે નજર કરીએ ભારત vs બાંગ્લાદેશની આ મેચના પિચ રિપોર્ટ પર –
એન્ટિગુઆમાં T20 વર્લ્ડ કપ 2024ની કુલ 6 મેચ રમાઈ છે. તેમાંથી ચાર વખત ટાર્ગેટનો પીછો કરતી એટલેકે ચેઝ કરતી ટીમની જીત થઈ છે તો બે વખત પહેલા બેટિંગ કરનારી ટીમો જીતી છે. અહીં ખરાબ હવામાનને કારણે બે મેચમાં DLSનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભારત અને બાંગ્લાદેશમાંથી જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવા ઈચ્છશે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરતા એવરેજ સ્કોર 132 છે. આમ આ મેદાનમાં બોલરોનો જ દબદબો બોલતો જોવા મળ્યો છે.
Antigua ટી20 આંકડા અને રેકોર્ડ :
મેચ - 19
પ્રથમ બેટિંગ કરતા જીતેલી મેચો – 11 (57.89%)
ટાર્ગેટ ચેઝ કરતા જીતેલી મેચો – 8 (42.11%)
ટોસ જીત્યા પછી જીતેલી મેચો – 9 (47.37%)
ટોસ હાર્યા પછી જીતેલી મેચો – 10 (52.63%)
સર્વોચ્ચ સ્કોર- 194/4
સૌથી ઓછો સ્કોર- 47
ચેઝમાં સર્વોચ્ચ સ્કોર- 153/3
પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર – 132
ભારત vs બાંગ્લાદેશ Head to Head :
T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ આજ સુધી ભારતને હરાવી શક્યું નથી. ICCની આ ઈવેન્ટમાં બંને ટીમો વચ્ચે 4 મેચ રમાઈ છે અને દરેક વખતે ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. ભારતની નજર આજે બાંગ્લાદેશ સામેની જીત સાથે સેમિફાઈનલની કન્ફર્મ ટિકિટ પર રહેશે જ્યારે બાંગ્લાદેશ ઈતિહાસ બદલવા અને ઈતિહાસ રચવા મેદાન પર ઉતરશે.