Get The App

T-20માં ટીમ ઈન્ડિયાએ કરી રેકોર્ડ્સની વણઝાર, બાંગ્લાદેશ સામે બનાવ્યો મહારેકોર્ડ, જુઓ યાદી

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
India vs Bangladesh


India vs Bangladesh 3rd T20 Records Stats: ભારતીય ટીમે ટેસ્ટ સિરિઝ 2-0 જીત્યા બાદ ટી20 સિરિઝમાં બાંગ્લાદેશનો 3-0થી સફાયો કર્યો છે. દશેરા પર હૈદરાબાદ ટી20માં ભારતીય ટીમે રેકોર્ડ સ્કોર બનાવવાની સાથે સિરિઝ પોતાના નામે કરી છે. આ મુકાબલામાં ભારતીય કેપ્ટન સૂર્યકુમારે ટોસ જીતી બેટિંગ કરવાનું પસંદ કર્યુ હતું. મેચમાં ભારતીય ટીમે 297 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જે ટી20 ઈતિહાસમાં ભારતીય ટીમનો આ અત્યારસુધીનો સૌથી વધુ રેકોર્ડ સ્કોર રહ્યો છે. આ મેચમાં ભારતે 22 છગ્ગા ફટકાર્યા હતા.

સેમસને 111, યાદવે 75 રન ફટકાર્યા

ભારત તરફથી આ મેચમાં સંજુ સેમસને 47 બોલમાં 111 રન, સૂર્યકુમાર યાદવે 45 બોલમાં 75 રન, હાર્દિક પંડ્યાએ 18 બોલમાં 47 રન, રિયાન પરાગે 13 બોલમાં 34 રન ફટકાર્યા હતા. જેના લીધે ટીમ ઈન્ડિયા ટી20માં પોતાનો રેકોર્ડ સ્કોર બનાવવામાં સફળ રહી.

આ પણ વાંચોઃ ટીમથી મોટો કોઈ નહીં... ગંભીરે આ વાત કેમ કહી, તેનો ફોડ પાડ્યો ટીમ ઈન્ડિયાના સૂર્યાએ

બાંગ્લાદેશ 164 રન જ બનાવી શકી

બાંગ્લાદેશ ટીમ ઈન્ડિયાના ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી. તેણે 7 વિકેટમાં 20 ઓવરની સમાપ્તિ પર માત્ર 164 જ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તૌહિદ હૃદોય 62 રન સાથે અણનમ રહ્યો હતો. જ્યારે રવિ બિશ્નોઈ 3 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. આ સાથે બિશ્નોઈએ ટી20માં કુલ 50 વિકેટ લીધી છે.

ટી20 મેચમાં સંજુ સેમસને રિશાદ હુસૈનની એક જ ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકારી રેકોર્ડ સર્જ્યો હતો. સંજુએ 40 બોલમાં 100 રન બનાવી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી સદી ફટકાર બીજો ક્રિકેટર બન્યો છે. અગાઉ માસ્ટર બ્લાસ્ટર રોહિત શર્માએ 2017માં 35 બોલ પર સદી ફટકારી ઝડપી સદી ફટકાર પ્લેયર તરીકે ઈતિહાસ સર્જ્યો હતો.

ટી20 ઈન્ટરનેશનલમાં 200થી વધુ રન બનાવનાર ટીમ

ટીમકેટલી વખત
ભારત37 વખત
ઓસ્ટ્રેલિયા23 વખત
સાઉથ આફ્રિકા22 વખત
ન્યૂઝીલેન્ડ21 વખત
ઈંગ્લેન્ડ20 વખત
વેસ્ટ ઈન્ડિઝ18 વખત
પાકિસ્તાન11 વખત
નેપાલ11 વખત
શ્રીલંકા11 વખત
આયર્લેન્ડ9 વખત

Google NewsGoogle News