WC 2023 IND vs AUS Final Live : વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતનું સપનું તૂટ્યું, 6 વિકેટથી થઈ હાર, છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા
છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન
ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા
India vs Australia World Cup Final in Ahmedabad : આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ (ICC Cricket World cup Final) મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટને પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપનું છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું છે.
વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની 6 વિકેટથી હાર, છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી હરાવી દીધું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને તેમણે 42 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે 137 રનોની મેચ વિનિંગ ઈનિંગ રમી. માર્નસ લાબુશેન પણ 58 રન બનાવીને અણનમ રહ્યા. ટાર્ગેટનો પીછો કરતા કાંગારુ ટીમે 47 રનો પર જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાદમાં માર્નસ લાબુસેન અને ટ્રેવિસ હેડે 192 રનોની પાર્ટનરશિપ કરીને મેચને એકતરફી બનાવી દીધી.
ICC ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન (2013 પછી):
- 2014- T20 વર્લ્ડ કપ ફાઇનલમાં હાર
- 2015- ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર
- 2016- T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર
- 2017- ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર
- 2019- ક્રિકેટ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર
- 2021- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર
- 2022- T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર
- 2023- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર
- 2023- ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર
વડાપ્રધાન મોદી સ્ટેડિયમ પહોંચ્યા
ફાઈનલ મુકાબલો નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે.
• ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ટ્રેવિસ હેડની શાનદાર સદી
ટ્રેવિસ હેડે ફાઈનલ મેચમાં સદી ફટકારી છે. હેડે 95 બોલમાં સદી પૂર્ણ કરી છે. આ દરમિયાન તેમણે 14 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી.
• 35 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 192/3
• 31 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 170/3
• 20 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 104/3
• 16 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 87/3
• 12 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 68/3
• 11 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 65/3
• 8 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 47/3
ભારતને મળી ત્રીજી મોટી સફળતા, સ્ટીવ સ્મિથ આઉટ
ભારતને ત્રીજી મોટી સફળતા મળી છે. જસપ્રીત બુમરાહે સ્ટીવ સ્મિથને LBW આઉટ કર્યો છે. સ્મિથે માત્ર 4 રન બનાવ્યા છે. માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ ક્રિઝ પર છે.
• 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 42/2
ભારતને મળી બીજી મોટી સફળતા, મિચેલ માર્શ આઉટ
જસપ્રીત બુમરાહના બોલ પર મિચેલ માર્શ 15 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો છે. માર્શનો કેચ વિકેટકીપર કે.એલ. રાહુલે ઝડપ્યો હતો.
• 4 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 41/1
• 3 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 29/1
• 2 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 28/1
ભારતને મળી પહેલી મોટી સફળતા, ડેવિડ વોર્નર આઉટ
ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત થઈ ચૂકી છે. ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ ઓપનિંગમાં ઉતર્યા હતા. ભારત તરફથી પહેલી ઓવર જસપ્રીત બુમરાહે ફેંકી હતી. ઈનિંગના પહેલા બોલ પર ડેવિડ વોર્નરને જીવનદાન મળ્યું હતું. જોકે બીજી ઓવર પર મોહમ્મદ શમીના બોલ પર વોર્નર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. ડેવિડ વોર્નર 3 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો. હાલ, ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શ ક્રિઝ પર છે.
• ભારતીય ટીમની ઈનિંગ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 241 રનનો ટાર્ગેટ
• 48 ઓવરમાં ભારતનો સ્કોર 227/9
ભારતને નવમી વિકેટ ગુમાવી, સૂર્યકુમાર યાદવ આઉટ
સૂર્યકુમાર યાદવની સંઘર્ષપૂર્ણ ઈનિંગ પૂર્ણ થઈ ગઈ છે. જોશ હેઝલવુડે સૂર્યકુમારને આઉટ કર્યો. 28 બોલમાં 18 રન બનાવીને સૂર્યકુમાર યાદવ આઉટ થયો છે.
• 45 ઓવરમાં ભારતનો સ્કોર 215/8
ભારતને આઠમી વિકેટ ગુમાવી, જસપ્રીત બુમરાહ આઉટ
એડમ જામ્પાએ જસપ્રીત બુમરાહને LBW આઉટ કરી દીધો. બુમરાહ માત્ર 1 રન બનાવી શક્યો. હાલ સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ ક્રિઝ પર છે.
ભારતીય ટીમે પોતાની સાતમી વિકેટ ગુમાવી દીધી છે. મોહમ્મદ શમી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના બોલ પર વિકેટકીપર જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ થયો. શમીએ 10 બોલ પર 6 રન બનાવ્યા.
• 43 ઓવરમાં ભારતનો સ્કોર 211/6
• ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી, કે એલ રાહુલ આઉટ
ભારતને ત્રીજો મોટો ઝટકો, શ્રેયસ અય્યર આઉટ
શ્રેયસ અય્યરે ફાઈનલ મેચમાં નિરાશ કર્યા છે. શ્રેયસ માત્ર ચાર રન બનાવીને આઉટ થયો. શ્રેયસને પેટ કમિંસે વિકેટ પાછળથી જોશ ઈંગ્લિસના હાથે કેચ કરાવ્યો. ઓસ્ટ્રેલિયાની મજબૂત બોલિંગ જોવા મળી રહી છે. હાલ વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ ક્રિઝ પર છે.
ભારતની બીજી વિકેટ પડી છે. રોહિત શર્મા 31 બોલમાં 47 રન પર આઉટ થયો. રોહિતને ગ્લેન મેક્સવેલે ટ્રેવિસ હેડના હાથે કેચ આઉટ કરાવ્યો. રોહિતે 31 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા.
• આઠ ઓવરમાં ભારતનો સ્કોર 61/1
• ત્રીજી ઓવરમાં ભારતનો સ્કોર 18/0
• ભારતની ઈનિંગ શરુ, કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર
ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
એર શોની શરૂઆત
એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં હાજર ખેલાડીઓ અને દર્શકો એર શોને જોઈને રોમાંચિત થઈ ગયા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ફિલ્ડિંગ લીધી
ભારતે વર્લ્ડ કપ 2023માં તમામ મેચ જીતી છે
ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપમાં આઠમી વખત જ્યારે ભારત ચોથી વખત ફાઈનલમાં પહોંય્યું છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી વખત ટીમ ઈન્ડિયાને 2003માં હરાવ્યું હતું. ભારત એ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો તે તેનું ત્રીજું ટાઈટલ હશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની નજર છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા પર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્લ્ડ કપથી યજમાન ટીમ ચેમ્પિયન બની રહી છે. ભારતે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં રમાયેલી વર્લ્ડ કપની તમામ 10 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 8 મેચ જીતી છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન