Get The App

IND vs AUS: T20 સિરીઝમાં પૂરો થશે વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો! ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર

યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ આવતીકાલે T20I સિરીઝની પ્રથમ મેચ રમશે

સૂર્યકુમાર યાદવ યુવા ભારતીય ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
IND vs AUS: T20 સિરીઝમાં પૂરો થશે વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો! ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર 1 - image


IND vs AUS T20I Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વિશાખાપટ્ટનમમાં 5 મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ રમાનાર છે. સૂર્યકુમાર યાદવ આ T20 સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં મળેલી હારને ભૂલીને સૂર્યાને યુવા ખેલાડીઓએથી સજ્જ આ ટીમનું નેતૃત્વ કરવું પડશે. ટીમના કેપ્ટન તરીકે સૂર્યાની જવાબદારી માત્ર સિરીઝ જીતી વર્લ્ડકપમાં મળેલી હારનો બદલો લેવાનો જ નહીં નહીં પરંતુ એવા ખેલાડીઓની ઓળખ કરવાની પણ રહેશે જે આગામી T20 World Cup માટે દાવો પેશ કરી શકે.

યુવા ખેલાડીઓથી સજ્જ ટીમનું નેતૃત્વ કરશે સૂર્યા

યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા અને મુકેશ કુમાર જેવા યુવા ખેલાડીઓએ હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો છે, પરંતુ તેમની પ્રથમ કસોટી મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે થશે જેમાં વિશ્વ કપ વિજેતા ખેલાડીઓ જેમ કે ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, એડમ ઝમ્પા અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માર્કસ સ્ટોઈનિસ, નેથન એલિસ, ટિમ ડેવિડ જેવા ખેલાડીઓ પણ આ ટીમનો ભાગ હશે.

ઓસ્ટ્રેલિયન બોલિંગ અટેક સામે ભારતીય યુવા ખેલાડીઓની કસોટી

ગત વર્ષે T20 World Cupમાં મળેલી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે.એલ રાહુલના નામ પર T20 ફોર્મેટમાં રમવા અંગે વિચાર કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સિલેક્ટર્સને આ સિરીઝ દ્વારા આગામી T20 World Cup 2024 માટે ટીમ તૈયાર કરવામાં મદદ મળશે. ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ માટે પસંદ કરાયેલા ખેલાડીઓએ અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ, આયરલેન્ડ અને એશિયન ગેમ્સમાં એવરેજ બોલિંગ અટેકનો સામનો કર્યો છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન બોલિંગ અટેક સામે આ ખેલાડીઓની કસોટી થશે.

ભારત પાસે એક કરતા વધુ ડાબોડી બેટ્સમેન

ભારતીય ટીમમાં ડાબોડી બેટ્સમેન પણ છે. આવી સ્થિતિમાં પૂરી સંભાવના છે કે ઋતુરાજ ગાયકવાડ સાથે જયસ્વાલ કે કિશન ઓપનિંગ કરી શકે છે. સૂર્યા ત્રીજા કે ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરી શકે છે. વનડે ટીમના મુકાબલામાં ભારતની T20 ટીમમાં એકથી વધુ ડાબોડી બેટ્સમેન છે. આ T20I સિરીઝમાં બોલરોની પણ કસોટી થશે. રવિ બિશ્નોઈને વધુ મેચ રમવા મળી શકે છે, જ્યારે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહને ફેરવવામાં આવી શકે છે. અક્ષર પટેલને પણ સિરીઝની તમામ 5 મેચમાં રમવાની તક મળી શકે છે.

IND vs AUS: T20 સિરીઝમાં પૂરો થશે વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો! ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર 2 - image


Google NewsGoogle News