Ind vs Aus : 147 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આટલા દર્શકો મેચ જોવા પહોંચ્યા, મેલબર્નમાં સર્જાયો રૅકોર્ડ
IND vs AUS 4th Test: મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ-ડે ટેસ્ટના પાંચમા દિવસે રૅકોર્ડ સંખ્યામાં દર્શકો તૂટી પડ્યા હતા. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને ટીમો વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં વન ડેમાં એક નવો રૅકોર્ડ સર્જાયો છે. બોક્સિંગ ડે ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા આવ્યા હતા.
પાંચમા દિવસે 3,50,700થી વધુ પ્રશંસકો મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. વાસ્તવમાં મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના પાંચમા દિવસે અદ્ભુત ક્રેઝ જોવા મળ્યો હતો. આ મેચ જોવા સ્ટેડિયમ પહોંચેલા દર્શકોએ એક અનોખો રૅકોર્ડ બનાવ્યો હતો. બોક્સિંગ ડે ટેસ્ટના પાંચમા દિવસે 350700 ફેન્સ મેચ જોવા માટે આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયામાં આટલા દર્શકો ટેસ્ટ મેચ જોવા માટે ક્યારેય આવ્યા નથી. આ પહેલાં વર્ષ 1937માં જ્યારે મહાન ક્રિકેટર ડોન બ્રેડમેને પોતાનો સર્વોચ્ચ સ્કોર 270 રન બનાવ્યો હતો ત્યારે 6 દિવસની ટેસ્ટ મેચમાં કુલ 350374 લોકો આવ્યા હતા. આ રૅકોર્ડ આજની ટેસ્ટ મેચમાં તૂટ્યો છે. સ્ટેડિયમમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકોનો આ બીજો રૅકોર્ડ બન્યો છે.
ટીમ ઇન્ડિયાનો પરાજય
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઇન્ડિયાને બેક ટુ બેક 3 વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મૂકાઈ હતી. જોકે યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે બાજી સંભાળી લેતાં ટીમ ઇન્ડિયાનો રકાસ અટકાવ્યો હતો. ટીમ ઇન્ડિયાને ચોથો ઝટકો પંતના સ્વરૂપમાં લાગ્યો. ઋષભ પંત હેડની બોલિંગમાં મિચેલ માર્શને કેચ આપી બેઠો હતો. તે 30 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેના પછી રવિન્દ્ર જાડેજા મેદાને આવ્યો હતો. જે બોલાન્ડની બોલિંગમાં 2 રન કરીને જ કેચ આપી બેઠો હતો. જ્યારે તેના પછી પહેલી ઇનિંગનો સ્ટાર નીતિશ રેડ્ડી મેદાને આવ્યો હતો જે લિયોનની બોલિંગમાં 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. જેના પછી ટીમ ઇન્ડિયાની આખરી ઉમ્મીદ સમાન જયસ્વાલ પણ 84 રને આઉટ થઈ જતાં સદી ચૂકી ગયો હતો.