U19 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની હાર, ઓસ્ટ્રેલિયા ચોથી વખત બન્યું ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયાના 253 રનના જવાબમાં ભારતની ટીમ 174 રનમાં પેવેલીયન ભેગી
U19ના ઈતિહાસમાં બંને દેશો ત્રણ વખત સામસામે ટકરાયા, જેમાં ભારતનો એકમાં પરાજય
India vs Australia, Final U19 World Cup 2024 : આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડકપ-2024ની ફાઈનલમાં ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની છે. આજે બેનોનીના વિલોમૂર પાર્કમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી પરાજય આપ્યો છે. હ્યૂ વેબગેનની કેપ્ટનશીપ હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે ચોથી વખત U19 ચેમ્પિયન બની છે. જ્યારે ભારતનું છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાનું સ્વપ્ન તૂટ્યું છે.
Relentless Australia down India in Benoni to clinch their fourth #U19WorldCup title 🎇#INDvAUS pic.twitter.com/wn7GPVc3xc
— ICC (@ICC) February 11, 2024
ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટીંગ કરી નિર્ધારીત 50 ઓવરમાં સાત વિકેટે 253 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફખી બોલીંગમાં રાજ લિમ્બાની અને બેટિંગ ઓર્ડરમાં આદર્શ સિંગ અને મુરુગન અભિષેક સિવાય તમામ ખેલાડીઓએ નિષ્ફળ પ્રદર્શન કર્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓએ દમદાર બેટીંગ અને બોલીંગ કરી જીત મેળવવામાં સફળ થઈ છે.
સ્કોરબોર્ડ
U19ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ હાર
અંડર-19 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં બે વખત ટક્કર થઈ છે અને બંનેમાં ભારતની ધમાકેદાર જીત થઈ હતી. જ્યારે બંને ટીમો વચ્ચે આજે ત્રીજી ફાઈનલ મેચ રમાઈ, જેમાં ભારતનો પરાજય થયો છે. અત્યાર સુધીની U19ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પ્રથમવખત પરાજય થયો છે.
ભારત અંડર-19 વિશ્વકપ ઈતિહાસની સૌથી સફળ ટીમ
ભારત અંડર-19 વિશ્વકપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. ભારતનો વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022ની U19 વર્લ્ડકપમાં વિજય થયો હતો. આ ઉપરાંત 2016, 2020 અને 2024માં સેકન્ડ રનર-અપ રહી ચુકી છે. ભારતે અત્યાર સુધીમાં કુલ પાંચ U19 વર્લ્ડકપ જીત્યા છે, તો ઓસ્ટ્રેલિયાએ ચારમાં જીત નોંધાવી છે. આ ઉપરાંત પાકિસ્તાન બે, જ્યારે બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ એક-એકવાર ચેમ્પિયન બની છે.