Get The App

ટીમ ઇન્ડિયાના 3 ખેલાડીઓ વિરોધી ટીમ માટે બન્યા માથાનો દુખાવો, હવે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે ટક્કર

સેમીફાઈનલમાં પાકિસ્તાનની હાર બાદ હવે ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન આમને સામને

સૌમ્યા પાંડે અને મુશીર ખાનનું ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
ટીમ ઇન્ડિયાના 3 ખેલાડીઓ વિરોધી ટીમ માટે બન્યા માથાનો દુખાવો, હવે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે ટક્કર 1 - image


IND U19 vs AUS U19 Final: 11 ફેબ્રુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ રમાશે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવીને નવમી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જયારે ઓસ્ટ્રેલિયા ચોથી વખત ચેમ્પિયન બનવા તરફ જોઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ત્રણ ખેલાડીઓએ ભારત માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં કેપ્ટન ઉદય સહારન, મુશીર ખાન અને સૌમ્ય પાંડેનો સમાવેશ થાય છે. 

ઉદય સહારન 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઉદયે ઘણી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 6 મેચમાં 389 રન બનાવીને આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ઉદયે નેપાળ સામે સદી ફટકારી હતી. તેમજ સાઉથ આફ્રિકા સામેની સેમીફાઈનલમાં તેણે 81 રનની શાનદાર ઈનિંગ રમી અને  આયર્લેન્ડ સામે પણ 75 રન બનાવ્યા હતા.

મુશીર ખાન

આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવવામાં બીજું સ્થાન ભારતીય બેટ્સમેન મુશીર ખાનનું રહ્યું છે. મુશીરે 6 મેચમાં 338 રન બનાવ્યા છે.  2 સદી ફટકારી હતી. તેમજ ન્યુઝીલેન્ડ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. મુશીરે 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે આયર્લેન્ડ સામે 118 રન બનાવ્યા હતા. તેણે યુએસએ સામે 73 રનની ઇનિંગ રમી હતી.

સૌમ્ય પાંડે 

આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ટીમ ઈન્ડિયાની સર્વશ્રેષ્ઠ બોલર સૌમ્ય પાંડે ત્રીજા સ્થાને છે. સૌમ્યએ 6 મેચમાં કુલ 17 વિકેટ લીધી છે. તેણે નેપાળ સામે માત્ર 29 રનમાં 4 વિકેટ લીધી હતી. તેણે ન્યુઝીલેન્ડ સામે 19 રન આપીને 4 વિકેટ લીધી હતી.

ટીમ ઇન્ડિયાના 3 ખેલાડીઓ વિરોધી ટીમ માટે બન્યા માથાનો દુખાવો, હવે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે ટક્કર 2 - image


Google NewsGoogle News