Get The App

IND vs AUS : સૂર્યકુમાર અને ઋતુરાજ પાસે ઈતિહાસ રચવાની તક, તોડી શકે છે કોહલીના આ રેકોર્ડ

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે T20I સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
IND vs AUS : સૂર્યકુમાર અને ઋતુરાજ પાસે ઈતિહાસ રચવાની તક, તોડી શકે છે કોહલીના આ રેકોર્ડ 1 - image
Image:Twitter

IND vs AUS 5th T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની પાંચમી અને અંતિમ મેચ આજે બેંગલુરુંમાં રમાનાર છે. ભારતીય ટીમે આ સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આજની મેચ જીતીને ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવવાનો પ્રયાસ કરશે. આજે મેચ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસે ઈતિહાસ રચવાનો મોકો છે. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ પાસે વિરાટ કોહલી(Suryakumar Yadav And Ruturaj Gaikwad Will Break Virat Kohli's Record)નો એક ખાસ રેકોર્ડ તોડવાની તક છે.

ઋતુરાજ નીકળી શકે કોહલીથી આગળ

ઋતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 5 મેચોની T20I સિરીઝમાં અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં 71ના એવરેજથી 213 રન બનાવ્યા છે. જો આજે ઋતુરાજ 19 રન બનાવવામાં સફળ થાય છે તો તે એક દ્વિપક્ષીય T20I સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે અને વિરાટ કોહલીથી આગળ નીકળી જશે. એક દ્વિપક્ષીય T20I સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ વર્ષ 2021માં ઇંગ્લેન્ડ સામે 231 રન બનાવ્યા હતા. વિરાટનો આ રેકોર્ડ તોડવાથી ઋતુરાજ માત્ર 19 રન દૂર છે.

સૂર્યા પાસે કોહલીનો રેકોર્ડ તોડવાનો મોકો

કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસે પણ આજે વિરાટના એક અન્ય રેકોર્ડને તોડવાનો મોકો છે. સૂર્યા જો આજે 20 રન બનાવવામાં સફળ થયો તે ભારત માટે સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલ ભારત મેટ સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 56 ઇનિંગમાં પોતાના 2000 T20I રન પૂરા કર્યા હતા. જયારે સૂર્યાએ માત્ર 54 ઈનિંગમાં 1980 રન બનાવી દીધા છે. આ ઉપરાંત સૂર્યા બાબર આઝમનો પણ એક રેકોર્ડ તોડી શકે છે. ડેબ્યૂના 4 વર્ષ 230 દિવસની અંદર બાબરે તેના 2000 T20I રન પૂરા કર્યા હતા. જયારે સૂર્યાએ વર્ષ 2021માં ભારત માટે ડેબ્યૂ કર્યો હતો. સૂર્યા T20Iમાં સૌથી ઓછા સમયમાં 2000 રન પૂરા કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે.

IND vs AUS : સૂર્યકુમાર અને ઋતુરાજ પાસે ઈતિહાસ રચવાની તક, તોડી શકે છે કોહલીના આ રેકોર્ડ 2 - image


Google NewsGoogle News