Get The App

IND vs AUS : ઓસ્ટ્રેલિયાના પૂંછડિયા બેટર્સની મજબૂત બેટિંગ, ચોથા દિવસની રમતના અંતે લીડ 333

બુમરાહ-સિરાજની શાનદાર બોલિંગ છતાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ ના થયું, 10 વિકેટના પણ ફાંફા

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
India vs Australia


Boxing Day Test, India vs Australia 4th Test, day 4 : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આ મેચ 26મી ડિસેમ્બરે શરૂ થઈ હતી. આજે મેચનો ચોથો દિવસ (29મી ડિસેમ્બર) છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. તેનો સ્કોર 100 રનની નજીક પહોંચે તે પહેલાં જ તેની 6 વિકેટો પડી ગઈ ગઇ હતી. જ્યાં સુધીમાં જસપ્રીત બુમરાહે 4 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે હવે ઓસ્ટ્રેલિયન ટીમના દિગ્ગજ  બેટર માર્નસ લાબુશેનને એલબીડબ્લ્યૂ આઉટ કરતાં સિરાજે ઓસ્ટ્રેલિયાને 148 રને સાતમો ઝટકો આપ્યો હતો.

લાબુશેન 70 રન બનાવી આઉટ થયો હતો. જેના બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને આઠમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ બુમરાહની ઓવરમાં મિચેલ સ્ટાર્ક રનઆઉટ થઇ ગયો હતો. મિચેલ સ્ટાર્ક 5 રન બનાવીને આઉટ થયો હતો. જેના બાદ જાડેજાએ ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો આપતાં કમિન્સને આઉટ કર્યો હતો. કમિન્સ 41 રન બનાવીને આઉટ થયો હતો. હવે સ્કોટ બોલાન્ડ અને નાથાન લિયોન ક્રિઝ પર છે. દસમી વિકેટ માટે ટીમ ઈન્ડિયાએ ભારે ફાંફા મારવા પડ્યા અને ચોથા દિવસની રમતના અંતે નાથન લિયોન 41 અને સ્કૉટ બોલેન્ડ 10 રને અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કૉર નવ વિકેટે 228 રન થયો. આ સાથે ટીમ ઇન્ડિયા સામે હાલ તે 333 રનની લીડ સાથે આગળ છે.  



બુમરાહ સામે કાંગારૂઓ ઘૂંટણીએ...

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત એટલી સારી રહી ન હતી. તેણે 20 રનના સ્કોર પર ડેબ્યૂ કરનાર સેમ કોન્સ્ટાસની વિકેટ ગુમાવી દીધી હતી. કોન્ટાસ (8 રન) જસપ્રીત બુમરાહના એક શાનદાર બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારબાદ સિરાજે ઉસ્માન ખ્વાજા (21 રન)નું સ્ટમ્પ ઉડાવી દીધું હતું. આ પછી ભારત જ્યારે વિકેટની શોધમાં હતું ત્યારે સિરાજે સ્ટીવ સ્મિથ (13)ને આઉટ કર્યો હતો. ત્યારપછી બુમરાહનો જાદુ શરૂ થયો. તેણે પહેલા 34મી ઓવરમાં ટ્રેવિસ હેડ (1)ને અને પછી તે જ ઓવરના છેલ્લા બોલ પર મિશેલ માર્શ (00)ને આઉટ કર્યો. 


બુમરાહે બનાવ્યો રેકોર્ડ 

બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરી હતી.આ પછી બુમરાહે તેની આગામી ઓવરમાં એલેક્સ કેરી (2)ને બોલ્ડ કર્યો હતો. જ્યારે સ્મિથ 80ના સ્કોર પર આઉટ થયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાએ એલેક્સ કેરીના આઉટ થયા ત્યાં સુધી માત્ર 11 રન બનાવ્યા હતા અને 4 વિકેટ ગુમાવી દીધી હતી.

ચોથા દિવસની રમત કેવી રહી 

ત્રીજા દિવસની રમતના અંતે ભારતે 9 વિકેટે 358 રન કર્યા હતા અને ચોથા દિવસની રમત શરૂ થતાં જ ટીમ ઈન્ડિયાનો હીરો રહેલો નીતિશ રેડ્ડી નાથન લાયનના બોલર પર મિચેલ સ્ટાર્કને કેચ આપી બેઠો અને ટીમ ઈન્ડિયા 369 રન પર ઓલઆઉટ થઇ ગઇ. નીતિશે 189 બોલમાં 114 રનની દમદાર ઈનિંગ રમીને કાંગારૂઓના સપનાઓ પર પાણી ફેરવી દીધું હતું. તેણે આ ઈનિંગમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 

IND vs AUS : ઓસ્ટ્રેલિયાના પૂંછડિયા બેટર્સની મજબૂત બેટિંગ, ચોથા દિવસની રમતના અંતે લીડ 333 2 - image



Google NewsGoogle News