Get The App

ગલી ક્રિકેટ ખેલ રહા હૈ ક્યા...', જયસ્વાલ પર ચાલુ મેચમાં મેદાન પર ભડક્યો રોહિત શર્મા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
ગલી ક્રિકેટ ખેલ રહા હૈ ક્યા...', જયસ્વાલ પર ચાલુ મેચમાં મેદાન પર ભડક્યો રોહિત શર્મા 1 - image


India vs Australia 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. બેટિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર શરુઆત કરી હતી. બીજી તરફ ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ દરમિયાન કૅપ્ટન રોહિત શર્મા સાથી ખેલાડી યશસ્વી જયસ્વાલ પર ભડકી ગયો હતો. આ દરમિયાન સ્ટમ્પ માઇકમાં રોહિતનો અવાજ કેદ થઈ ગયો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.



જયસ્વાલ પર ચાલુ મેચમાં મેદાન પર ભડક્યો રોહિત શર્મા

જ્યારે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે રોહિતે જયસ્વાલને બેટરની એકદમ નજીક સ્ટમ્પથી થોડે જ દૂર ફિલ્ડિંગમાં ઊભો રાખ્યો હતો. ત્યારબાદ જયસ્વાલ બોલ તેના સુધી પહોંચે તે પહેલાં જ હવામાં ઉછળતો દેખાયો, જેના કારણ રોહિત તેના પર ભડકી ગયો. રોહિતે જયસ્વાલને કહ્યું, 'અરે જસ્સુ, ગલી ક્રિકેટ ખેલ રહા હૈ ક્યા? જ્યાં સુધી બેટ્સમેન ના રમે ત્યાં સુધી ઊભો ન થઈશ. રોહિતનો આ અવાજ સ્ટમ્પ માઇકમાં કેદ થઈ ગયો.'

આ પણ વાંચો: VIDEO: મેચમાં કોહલી જ નહીં રોહિતે પણ પિત્તો ગુમાવ્યો, ઓસ્ટ્રેલિયન બેટરને ખખડાવ્યો

હકીકતમાં ઘણી વખત બેટ્સમેનની નજીકનો ફિલ્ડર તેના ઘૂંટણ પર હાથ રાખીને નીચે નમતો જોવા મળે છે અથવા ફિલ્ડિંગ કરતી વખતે ક્યારેક નીચે બેસી જાય છે. જેના કારણે કેચની શક્યતા વધારે રહે છે. આ જોઈને રોહિતે સ્પિન બોલરોની સામે જયસ્વાલને બેટ્સમેનની નજીક ફિલ્ડિંગમાં ઊભો રાખ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની શાનદાર બેટિંગ

મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરી હતી. પ્રથમ દાવમાં બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાના ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. જેમાં સેમ કોન્સ્ટસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ સામેલ છે. સેમ 60 રન બનાવીને આઉટ થયો હતો, ખ્વાજા 57 રન બનાવીને અને લાબુશેન 72 રન બનાવીને આઉટ થયો હતો. 


Google NewsGoogle News