IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે ભારતની 66 રને હાર, 6 ખેલાડીએ ફટકારી ફિફ્ટી, મેક્સવેલની 4 વિકેટ

ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 352/7, વોર્નર-માર્શ-સ્મિથ-લેબુશેનની ફિફ્ટી, મેક્સવેલની 4, હેઝલવુડની 2 વિકેટ

ભારતનો સ્કોર - 286માં ઓલઆઉટ, રોહિત શર્મા-કોહલીની ફિફ્ટી, બુમરાહ અને કુલદીપ યાદવની 2-2 વિકેટ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે ભારતની 66 રને હાર, 6 ખેલાડીએ ફટકારી ફિફ્ટી, મેક્સવેલની 4 વિકેટ 1 - image


IND vs AUS 3rd ODI :  ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ભારત (India-Australia)ની શરમજનક હાર થઈ છે. ઓસ્ટ્રેલિયા સામે ક્લિન સ્વિપ કરવાનું ટીમ ઈન્ડિયાનું સપનું તુટી ગયું છે. ઓસ્ટ્રેલિયાના 50 ઓવરમાં 7 વિકેટે 352 રનના જવાબમાં ભારતીય ટીમ 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (David Warner), મિશેલ માર્શ (Mitchell Marsh), સ્ટિવ સ્મિથ (Steve Smith) અને માર્નસ લેબુશેન (Marnus Labuschagne)ને ધમાકેદાર બેટીંગ કરી ભારત સામ રનનો ઢગલો ખડકી ટીમને મજબુત સ્થિતિમાં લાવતા જીત થઈ છે, તો આજની મેચમાં ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell)નું પણ શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે. આ અગાઉ સિરિઝની ત્રણ વન-ડેમાંથી પ્રથમ 2 વન-ડેમાં વિજય મેળવી ભારતે સિરિઝ પોતાના નામે કરી લીધી હતી. તો ભારત તરફથી રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)એ ફિફ્ટી ફટકારી હતી, જોકે તેમની મહેનત એડે ગઈ હતી, તો જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) પણ શ્રેષ્ઠ બોલિંગ કરી હતી.

ઓસ્ટ્રેલિયાના 4 બેટ્સમેનોએ ફટકારી ફિફ્ટી

ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 56 રન, મિશેન માર્શે 96 રન, સ્ટીવ સ્મિથે 74 રન જ્યારે માર્નસ લેબુશેને 72 રન ફટકાર્યા હતા. તો ગ્લેન મેક્સવેલે 4 વિકેટ, જોશ હેઝલવુડે 2 વિકેટ, જ્યારે મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, કેમરોન ગ્રીન અને તનવીર શાંઘાએ 1-1 વિકેટ ખેરવી હતી.

ભારતના 2 બેટ્સમેનોની ફિફ્ટી

ભારત તરફથી રોહિત શર્માએ 81 રન, વિરાટ કોહલીએ 56 રન, શ્રેયસ ઐય્યરે 48 રન જ્યારે રવિન્દ્ર જાડેજાએ 35 રન ફટકાર્યા હતા, તો જસપ્રિત બુમરાહે 3 વિકેટ, કુલદીપ યાદવે 2 વિકેટ, જ્યારે મહમદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 1-1 વિકેટ ખેરવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News