Get The App

Ind vs Aus 2nd Test | એડિલેડમાં ઓસ્ટ્રેલિયન 10 વિકેટે જીત્યાં, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
Ind vs Aus 2nd Test | એડિલેડમાં ઓસ્ટ્રેલિયન 10 વિકેટે જીત્યાં, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ 1 - image


India vs Australia 2nd Test Day 3: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ત્રીજા દિવસની રમતમાં ટીમ ઈન્ડિયાએ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. પિંક બોલ ડે નાઈટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન કાંગારૂઓ ટીમ ઈન્ડિયા પર ભારે પડ્યા અને રોહિતના ધૂરંધરો કોઈ કમાલ ના બતાવી શક્યા. 

Ind vs Aus 2nd Test | એડિલેડમાં ઓસ્ટ્રેલિયન 10 વિકેટે જીત્યાં, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ 2 - image

ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 175માં ઓલઆઉટ 

ત્રીજા દિવસની રમતમાં ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 175 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી જેના લીધે ઓસ્ટ્રેલિયન ટીમને ફક્ત 19 રનનો નજીવો ટારગેટ મળ્યો હતો. જે તેણે વિના વિકેટે પ્રાપ્ત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયાને તેની પહેલી ઈનિંગમાં 180 રન કર્યા હતા જેના જવાબમાં કાંગારૂઓએ ટ્રેવિસ હેડની સદીના સહારે 337 રન ફટકારી ટીમ ઈન્ડિયા પર 157 રનની લીડ મેળવી હતી. 

Ind vs Aus 2nd Test | એડિલેડમાં ઓસ્ટ્રેલિયન 10 વિકેટે જીત્યાં, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ 3 - image

ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ કેવી રહી

ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ, કોહલી, શુભમન ગિલ, ઋષભ પંત અને નીતિશ રેડ્ડી સિવાય કોઈ બેવડા અંક સુધી પહોંચી શક્યો નહોતો. નીતિશ રેડ્ડીએ ફરી એકવાર લડાયક બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયન ટીમની લીડને ઉતારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ તેને કોઈ અન્ય બેટરનો સાથ ન મળતાં એક છેડેથી ધડાધડ વિકેટો પડતી રહી હતી. 

Ind vs Aus 2nd Test | એડિલેડમાં ઓસ્ટ્રેલિયન 10 વિકેટે જીત્યાં, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ 4 - image

5 ટેસ્ટની શ્રેણી હવે રોમાંચક બની 

આ સાથે પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ પર્થમાં 295 રને ભવ્ય વિજય મેળવ્યા બાદ બીજી ટેસ્ટ કાંગારૂઓએ જીતી લેતાં શ્રેણી 1-1થી સરભર થઈ ગઇ છે. હજુ આ મહાશ્રેણીમાં વધુ 3 ટેસ્ટ મેચ રમાવાની બાકી છે જેના પગલે બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયન જીતી જતાં શ્રેણી રોમાંચક બની ગઈ છે.  Ind vs Aus 2nd Test | એડિલેડમાં ઓસ્ટ્રેલિયન 10 વિકેટે જીત્યાં, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 175 રનમાં ઓલઆઉટ 5 - image



Google NewsGoogle News