Get The App

સૂર્યકુમાર-ઇશાનની વિસ્ફોટક ઇનિંગ : પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 2 વિકેટે રોમાંચક વિજય

ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
સૂર્યકુમાર-ઇશાનની વિસ્ફોટક ઇનિંગ : પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 2 વિકેટે રોમાંચક વિજય 1 - image


IND vs AUS : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલ આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને ત્રણ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવી જીત મેળવી હતી.પાંચ મેચોની આ શ્રેણીમાં ભારતીય ટીમે 1-0થી લીડ મેળવી લીધી છે, હવે સિરીઝની બીજી મેચ 26 નવેમ્બરે રમાશે.

ભારતે બે વિકેટે જીત મેળવી 

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે રન ચેઝ માટે મોટો ટાર્ગેટ સેટ કર્યો હતો. 209 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ થઇ હતી. પહેલી ઓવરમાં જ ઋતુરાજ ગાયકવાડ રન આઉટ થયો હતો. ત્યારબાદ જયસ્વાલની  નાની આક્રમક ઈનિંગ રમી સામે આવી પરંતુ તે મેથ્યુ શોર્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી. અંતે છેલ્લી ઓવરમાં રીન્કુએ છગ્ગો મારી મેચને જીતાડી હતી અને ભારતે અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ કર્યો છે.

કિશન-સૂર્યા વચ્ચેની ધમાકેદાર પાર્ટનશીપ 

ઈશાને 39 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 58 રન બનાવાની આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર 42 બોલમાં 9 ફોર અને 4 સિક્સની મદદથી 80 રન બનાવ્યા હતા.

જોશ ઈંગ્લિશની સદી એળે ગઈ

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગમાં શાનદાર શરૂઆત કરી હતી.  ડેબ્યુ મેચ રમી રહેલા જોશ ઈંગ્લિશે આક્રમક સદી ફટકારી હતી. 50 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા.  


Google NewsGoogle News