IND vs AFG : બદલાયું સરનામું, હવે આ ચેનલ પર મેચ થશે લાઈવ ટેલિકાસ્ટ, જાણો ક્યાં જોઈ શકાશે ફ્રીમાં
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સીરિઝની પ્રથમ મેચ મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે
આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યાથી શરુ થશે
Image:File Photo |
India vs Afghanistan T20I Series, Live Streaming : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20I સીરિઝની પ્રથમ મેચ આજે મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યાહતી શરુ થશે. આ પહેલા ભારતીય ટીમ સાઉથ આફિકાના પ્રવાસે હતી. આ પ્રવાસ પર રમાયેલી તમામ મેચોનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર થઇ રહ્યું હતું, જયારે લાઈવ સ્ટ્રીમિંગ હોટ સ્ટાર એપ પર કરવામાં આવી હતી. જો કે અફઘાનિસ્તાન સામેની સીરિઝ માટે આ સરનામું બદલાઈ ગયું છે. હવે મફત આ મેચની લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
વિભિન્ન ભાષાઓમાં મેચ જોવાનો વિકલ્પ
Viacom18 પાસે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20I સીરિઝના પ્રસારણ અધિકારો છે. Viacom18ના પ્રેસ રિલીઝ મુજબ સીરિઝની ત્રણેય T20I મેચો Sports18-1 SD + HD અને કલર્સ સિનેપ્લેક્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. મેચ કલર્સ સિનેપ્લેક્સ પર હિન્દીમાં પ્રસારિત થશે, જ્યારે Sports18-1 SD + HDની વિવિધ ચેનલો પર અંગ્રેજી, તમિલ, તેલુગુ અને કન્નડમાં મેચ જોવાનો વિકલ્પ પસંદ કરી શકાય છે.
પ્રશંસકો ફ્રીમાં જોઈ શકશે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર T20I મેચની લાઈવ સ્ટ્રીમિંગ Jio Cinema એપ અને વેબસાઈટ બંને પર ઉપલબ્ધ રહેશે. મેચનું કવરેજ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, ભોજપુરી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે. પ્રશંસકો Jio Cinema એપ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં જોઈ શકશે.