IND vs AFG : આજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સીરિઝની પ્રથમ T-20 મેચ, મોહાલીમાં થશે ટક્કર
વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય
રાશિદ ખાન અનફિટ હોવાના કારણે સમગ્ર સીરિઝમાંથી બહાર થઇ ગયો છે
Image:File Photo |
IND vs AFG 1st T20I : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20I સીરિઝની શરૂઆત આજથી થવા જઈ રહી છે. સીરિઝની પ્રથમ મેચ મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યાથી રમાશે. ભારતીય ખેલાડી પાસે T20 World Cup 2024ની તૈયારીઓ કરવા માટેની આ છેલ્લી સીરિઝ છે. આ સીરિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. જયારે માર્ચમાં IPL 2024 રમાશે.
ભારતે 4માંથી 3 વખત અફઘાનિસ્તાનને હરાવ્યું
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી 4 T20I મેચ રમાઈ છે. જેમાંથી ભારતે ત્રણ મેચોમાં જીત મેળવી છે. જયારે એક મેચનું પરિણામ આવી શક્યો ન હતો. વાત કરીએ મોહાલીની પિચની તો અહીં આજની મેચમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. કારણ કે અહીં પિચ પર ઝાકળ જોવા મળી શકે છે. મોહાલીની પિચ બેટ્સમેનો માટે વધુ અનુકુળ હોય છે. આ મેદાન પર રન બનાવવા સરળ હોય છે.
કોહલી પ્રથમ મેચમાંથી થયો બહાર
અફઘાનિસ્તાન સામે રમાનાર T20I સીરિઝ માટે ભારતીય ટીમમાં બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઇ છે. જો કે કોહલી અંગત કારણોસર આ સીરિઝની પ્રથમ મેચ નહીં રમે. જયારે રોહિત શર્મા 14 મહિનાના લાંબા સમયગાળા બાદ T20 ટીમની કમાન સંભાળશે. રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરશે. સંજૂ સેમસનને પણ ટીમમાં સામેલ કરવામ આવ્યો છે. કોહલીની ગેરહાજરીમાં સેમસન નંબર-3 પર બેટિંગ કરી શકે છે.
આ ખેલાડીઓને ભારતના પ્લેઇંગ ઈલેવનમાં મળી શેક સ્થાન
તિલક વર્મા અને અક્ષર પટેલને પણ પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ભારતના બોલિંગ એટેકમાં અર્શદીપ સિંહને પણ જગ્યા મળી શેક છે. આ ઉપરાંત તેનો સાથ આપવા આવેશ ખાન અને મુકેશ કુમારને પણ પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.
રાશિદ ખાન વિના મેદાનમાં ઉતરશે અફઘાન ટીમ
અફઘાનિસ્તાનની ટીમ ભારતનો સામનો કરવા દિગ્ગજ સ્પિનર રાશિદ ખાન વિના મેદાનમાં ઉતરશે. રાશિદ ભારત સામે રમાનાર T20I સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. તેણે થોડા મહિના પહેલા સર્જરી કરાવી હતી. તે હજુ સંપૂર્ણપણે ફિટ થયો નથી. જેથી તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. અફઘાનિસ્તાન ટીમની કેપ્ટનશીપ ઇબ્રાહિમ ઝાદરાન સંભાળશે. અફઘાન ટીમના પ્લેઇંગ ઈલેવનમાં હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝને પણ સામેલ કરવામાં આવી શકે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર આ T20I સીરિઝ ખુબ જ રોમાંચક થવાની છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
ભારત
રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (wkt), અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર
અફઘાનિસ્તાન
ઈબ્રાહિમ ઝાદરાન (C), હઝરતુલ્લા ઝાઝાઈ, રહેમાનુલ્લા ગુરબાઝ (wkt), નજીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઓમરઝાઈ, મુજીબ ઉર રહેમાન, શરાફુદ્દીન અશરફ, કૈસ અહેમદ, નૂર અહેમદ/નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી