IND vs SL: ભારત-શ્રીલંકા શ્રેણીનું શેડ્યુલ જાહેર! ગંભીરની કોચ તરીકે પહેલી પરીક્ષા, રોહિત નહીં હોય કેપ્ટન

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
indian cricket team sri lanka tour


IND vs SL T20: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપ જીત્યા બાદ શ્રીલંકા સામે પહેલી વખત વન-ડે શ્રેણી રમશે. આ શ્રેણીમાં સિનિયર ક્રિકેટરોને આરામ આપવામાં આવશે. રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડયા અથવા લોકેશ રાહુલને કેપ્ટન્સી મળી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ વન-ડે શ્રેણી મહત્ત્વની રહેશે. નવા હેડ કોચ બનેલા ગૌતમ ગંભીર માટે આ પ્રથમ શ્રેણી રહેશે. આ પ્રવાસમાં ભારત 3 વન-ડે અને 3 T20 મેચની શ્રેણી રમશે.

ભારત શ્રીલંકા વન-ડે અને ટી-20 શ્રેણીના પ્રવાસનો કાર્યક્રમ આવી ગયો છે. ભારત શ્રીલંકામાં 3 વન ડે મેચ અને 3 ટી-20 મેચ રમશે. પ્રથમ ટી-20  26 જુલાઈ અને ત્યાર બાદ બીજા જ દિવસે 27 જુલાઇના દિવસે બીજી T20 મેચ રમાશે. એક દિવસના આરામ બાદ 29 તરીકે ત્રીજી મેચ રમાશે. આમ ટી-20 સિરીઝનું શેડ્યૂલ થોડું ટાઈટ રાખવામાં આવ્યું છે. જેના કારણે ખેલાડીઓને બે મેચ વચ્ચે આરામનો સમય ખૂબ ઓછો મળશે. 

આ પ્રવાસની શરૂઆત 26 જુલાઇથી થશે. શરૂઆતમાં 3 ટી-20 મેચ રમાશે અને ત્યાર પછી વન-ડે શ્રેણી રમશે. ભારતીય ક્રિકેટર્સ IPL બાદથી ક્રિકેટના લાંબા ફોર્મેટમાં રમ્યા નથી. માટે આ શ્રેણી પડકારજનક હોય શકે છે. બીજી તરફ ભારતીય ઉપખંડમાં જ 2025માં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીના ભાગરૂપે આ શ્રેણી મહત્ત્વની રહેશે. 

કેપ્ટન કોણ બનશે?

અહેવાલો પ્રમાણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત સિનિયર ક્રિકેટર્સને આ વન ડે શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. ભારત ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમવા માટે શ્રીલંકા જશે જેમાં કેપ્ટનની પસંદગી ફરીથી માથાનો દુઃખાવો બની શકે છે. 

અત્યાર સુધીમાં હાર્દિક પંડયાએ 3 વન ડેમાં અને લોકેશ રાહુલે 12 વનડેમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી કરી છે. જો કે બંને દિગ્ગજોની ઇજાના કારણે છેલ્લા કેટલાક સમયમાં ટીમમાં હાજરી અનિશ્ચિત રહી હતી. 



Google NewsGoogle News