Get The App

ભારતે 23 વર્ષ જૂનો બદલો લીધો, એશિયા કપની ફાઈનલમાં હવે શ્રીલંકાના નામે શરમજનક રેકોર્ડ

એશિયા કપમાં ભારત 8મી વખત વિજેતા બન્યું હતું

ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી 6 વિકેટ ઝડપી હતી

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
ભારતે 23 વર્ષ જૂનો બદલો લીધો, એશિયા કપની ફાઈનલમાં હવે શ્રીલંકાના નામે શરમજનક રેકોર્ડ 1 - image
Image:Twitter

એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ગઈકાલે ભારતીય ટીમે શ્રીલંકાને 15.2 ઓવરમાં માત્ર 50 રનના સ્કોર પર ઓલઆઉટ કરવાની સાથે પોતાનો 23 વર્ષ જૂનો બદલો પૂરો કર્યો હતો. ભારતીય ટીમે આ ટાર્ગેટને 6.1 ઓવરમાં હાંસલ કરી મેચમાં 10 વિકેટથી જીત મેળવી હતી. આ ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી 6 વિકેટ ઝડપી હતી. એશિયા કપમાં ભારત 8મી વખત વિજેતા બન્યું હતું.

ભારતે શ્રીલંકાથી લીધો બદલો

ભારતીય ટીમે આ જીત સાથે વર્ષ 2000માં શ્રીલંકાથી ચેમ્પિયંસ ટ્રોફીની ફાઈનલ મેચમાં મળી કારમી હારનો બદલો પણ લીધો હતો. શારજાહના મેદાન પર રમાયેલી આ મેચમાં શ્રીલંકાની ટીમે પહેલા બેટિંગ કરતા ભારતને 300 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 54 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ત્યારથી આ વનડે ઈતિહાસમાં કોઈપણ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર હતો.

ભારતે પોતાના નામ પરથી હટાવ્યો શરમજનક રેકોર્ડ

એશિયા કપ 2023ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 50 રનના સ્કોર પર ઓલ આઉટ કરીને પોતાના નામ પરથી આ શરમજનક રેકોર્ડ હટાવવામાં સફળતા મેળવી છે. આ ટાઈટલ મેચમાં શ્રીલંકન ટીમના પાંચ ખેલાડીઓ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.      


Google NewsGoogle News