Get The App

IND Vs AUS: 2023ના વર્લ્ડકપમાં હાર બાદ ફરી એકવાર થશે ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયાનો મુકાબલો

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
IND Vs AUS: 2023ના વર્લ્ડકપમાં હાર બાદ ફરી એકવાર થશે ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયાનો મુકાબલો 1 - image


ICC Champions Trophy 2025 Semifinal: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઇન્ડિયાએ ગઈકાલે ન્યૂઝીલૅન્ડને 44 રને ઓલઆઉટ કર્યા બાદ હવે તે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે. ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર બાદ ટીમ ઇન્ડિયા 4 માર્ચ, મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં જીત માટે એડીચોટીનું જોર લગાવશે.

આવતીકાલે ટીમ ઇન્ડિયાની સેમિફાઇનલ મેચ

ભારત ગ્રૂપ સ્ટેજની ત્રણ મેચમાં વિજયનો ઝંડો ફરકાવી ગ્રૂપ-Aમાં ટોપ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રૂપ-Bમાં બીજા ક્રમે છે. તેણે ત્રણ મેચમાંથી એકમાં વિજય હાંસલ કર્યો હતો. જ્યારે બે મેચ વરસાદના કારણે રદ થઈ હતી. ગ્રૂપ-Bમાં સાઉથ આફ્રિકા પાંચ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. સાઉથ આફ્રિકાનો સેમિફાઇનલમાં સામનો ન્યૂઝીલૅન્ડ સાથે પાંચ માર્ચ બુધવારે થશે. 

પાકિસ્તાન-બાંગ્લાદેશને પણ હરાવી

ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તમામ મેચ જીતી છે. ગઈકાલે ન્યૂઝીલૅન્ડને 44 રને હરાવી હતી. તે પહેલાં પાકિસ્તાન અને બાંગ્લાદેશને 6-6 વિકેટથી ધૂળ ચાટતી કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ચેમ્પિયન રહેલી પાકિસ્તાનને ભારતે 6 વિકેટે પરાજિત કરી સેમિફાઇનલમાં એન્ટ્રી લેવા દીધી ન હતી. ઉલ્લેખનીય છે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન ટીમ પાકિસ્તાન છે.

ફાઇનલમાં પહોંચવાની અપેક્ષા વધી

ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે રમાનારી સેમિફાઇનલમાં રસાકસીનો માહોલ જોવા મળી શકે છે. બંને ટીમ મજબૂત છે. ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં 2023માં રમાયેલી ODI વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાને કારમી હાર આપી હતી.

આ પણ વાંચોઃ રોહિત શર્માને 'જાડિયો' કહેતા કોંગ્રેસ-ભાજપના નેતા વચ્ચે વાકયુદ્ધ, બોડી શેમિંગનો મુદ્દો ઉછળ્યો

2013માં રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ

અગાઉ 2013માં બર્મિંગહમમાં રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં ઇંગ્લૅન્ડને પાંચ રનથી હરાવી ટ્રોફી પોતાના નામે કરી હતી. જેમાં રવિન્દ્ર જાડેજા પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. જ્યારે શિખર ધવન પ્લેયર ઑફ ધ સીરિઝ રહ્યો હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શિડ્યુલ

સેમિફાઇનલ 1

ઇન્ડિયા Vs ઓસ્ટ્રેલિયા

તારીખઃ 4 માર્ચ, મંગળવાર,

સમયઃ બપોરે 2.30 વાગ્યે

સ્થળઃ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ

સેમિફાઇનલ 2

સાઉથ આફ્રિકા Vs ન્યૂઝીલૅન્ડ

તારીખઃ 5 માર્ચ, બુધવાર

સમયઃ બપોરે 2.30 વાગ્યે

સ્થળઃ ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર

IND Vs AUS: 2023ના વર્લ્ડકપમાં હાર બાદ ફરી એકવાર થશે ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયાનો મુકાબલો 2 - image


Google NewsGoogle News