mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારતીય મહિલા હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાને હરાવ્યું

- પ્રો લીગ : મેન્સ ટીમ નેધરલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં હારી

- હરમનપ્રીતે આખરી બે સેકન્ડ બાકી હતી, ત્યારે ગોલ ફટકારતાં ભારતીય મેન્સ હોકી ટીમે નેધરલેન્ડ સામેની મેચ ૨-૨થી ડ્રો કરી હતી

Updated: Jun 18th, 2022

ભારતીય મહિલા હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાને હરાવ્યું 1 - image

રોટ્ટેરડામ, તા.૧૮

ભારતીય મહિલા હોકી ટીમે વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટીના સામેની પ્રો લીગની મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ૨-૧થી જીતી લીધી હતી. આર્જેન્ટીના પ્રો લીગ જીતી ચૂક્યું છે. જ્યારે ભારતે આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું હતુ. ભારત અને આર્જેન્ટીના નિર્ધારિત સમય બાદ ૩-૩થી બરોબરી પર રહ્યા હતા.

જ્યારે ભારતીય મેન્સ ટીમ પ્રો લીગના ટેબલ ટોપર નેધરલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં ૧-૪થી હારી ગયું હતુ. હરમનપ્રીતે આખરી બે સેકન્ડ બાકી હતી, ત્યારે ગોલ ફટકારતાંભારત અને નેધરલેન્ડ ૨-૨થી બરોબરી પર રહ્યા હતા. જોકે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ખેલાડીઓ કમાલ દેખાડી શક્યા નહતા. અગાઉ રેયેન્ગાએ નેધરલેન્ડને ૧૦મી મિનિટે સરસાઈ અપાવી તો દિલપ્રીતે ભારતને ૨૨મી મિનિટે બરોબરી લાવી દીધુ હતું. બિજેને ૪૭મી મિનિટે નેધરલેન્ડને ૨-૧થી લીડ અપાવી હતી. જોકે હરમનપ્રીતે મેચને ૨-૨થી બરોબરી પર લાવી હતી. પેનલ્ટીમાં હરમનપ્રીત-અભિષેક ગોલ કરી શક્યા નહતા. જ્યારે વિવેક પ્રસાદે ગોલ નોંધાવ્યો હતો. નેધરલેન્ડ તરફથી પીટર્સ, વાન ડામ, ડે ગ્યુસ અને બિજેને ગોલ કર્યા હતા.

આર્જેન્ટીના સામે ભારતની મહિલા ટીમને ચોથી મિનિટે લાલ્રેમ્સીમીએ લીડ અપાવી હતી. જ્યારે ગુરજીત કૌરે બાકીના બે ગોલ નોંધાવ્યા હતા. આર્જેન્ટીના તરફથી ગોર્ઝેલાનીએ ત્રણ ગોલ કર્યા હતા.

Gujarat