India Tour of Sri Lanka : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, T20માં સૂર્યકુમાર અને વન-ડેમાં રોહિત કેપ્ટન
IND vs SL: શ્રીલંકાના આગામી પ્રવાસ માટે પસંદગી સમિતિએ ગુરુવારે ભારતની ટીમની જાહેરાત કરી હતી. T-20 ક્રિકેટ માટે કેપ્ટનની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો પડકાર હતો પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની આગેવાની કરવાનો અનુભવ છે.
હાર્દિક પંડ્યાને નુકસાન
ભારત તાજેતરમાં જ T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું એમાં હાર્દિક પંડ્યા ઉપકપ્તાન હતો. કેપ્ટન રોહિત શર્માએ હવે ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. જેથી લાગતું હતું કે હાર્દિક પંડ્યાને આગામી સમયમાં ક્રિકેટના ટૂંકા ફોરમેટમાં કેપ્ટન બનાવવામાં આવશે અને આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારી શરૂ કરાશે, પરંતુ ક્રિકેટ ફેન્સની આ તમામ ગણતરી ઊંધી પડી અને સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
શુભમન ગિલ વાઇસ કેપ્ટન
શુભમન ગિલને બંને ફોરમેટમાં વાઈસ કેપ્ટન બનાવાયો છે. આ નિર્ણય પરથી તેને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યો હોય એવું શક્ય છે. શુભમને તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં ટીમની આગેવાની કરી હતી અને ભારતને 4-1 થી શ્રેણીમાં જીત અપાવી હતી.
3 T20I અને 3 ODI માટે ટીમ ઈન્ડિયા
T20I ટીમઃ સૂર્યકુમાર યાદવ (C), શુભમન ગિલ (VC), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (WK), સંજુ સેમસન (WK), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.
🚨 News 🚨#TeamIndia's squad for 3 T20Is & 3 ODIs against Sri Lanka announced
— BCCI (@BCCI) July 18, 2024
Read More 🔽 #SLvIND
ODI ટીમ: રોહિત શર્મા (C), શુભમન ગિલ (VC), વિરાટ કોહલી, લોકેશ રાહુલ (WK), ઋષભ પંત (WK), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.