IND vs SA : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની T20I સિરીઝની શરૂઆત, આજે ડરબનમાં થશે ટક્કર

યુવા ભારતીય ટીમની કેપ્ટનશીપ ફરી એકવાર સૂર્યકુમાર યાદવ કરશે

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
IND vs SA : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની T20I સિરીઝની શરૂઆત, આજે ડરબનમાં થશે ટક્કર 1 - image
Image:Twitter

IND vs SA 1st T20I : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચની T20I સિરીઝ શરુ થઇ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ડરબનમાં રમાનાર છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરશે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમનું નેતૃત્વ એડન માર્કરમ કરશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ યુવા ભારતીય ટીમ સામે મજબૂત સાઉથ આફ્રિકાની ટીમ હશે.

ડરબનની પિચ પર ફાસ્ટ બોલર ઘાતક સાબિત થઇ શકે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20I મેચ ડરબનના મેદાન પર રમાનાર છે. અહીંની પિચ ફાસ્ટ બોલરોને વધુ મદદરૂપ હોય છે. આ પિચ પર શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ પણ પ્રાપ્ત થાય છે. જેથી અહીં ફાસ્ટ બોલર બેટ્સમેનો માટે ખતરો સાબિત થાય છે. આ પિચ પર બેટ્સમેનો માટે રન બનાવવા સહેલા હોતા નથી. આ ઉપરાંત ટોસ જીતનારી ટીમ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. ભૂતકાળના રેકોર્ડ મુજબ આ પિચ પર રન ચેઝ સરળ છે.

કેવું રહેશે ડરબનનું હવામાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે ડરબનમાં જોરદાર વીજળી પડવાની સંભાવના છે. ડરબનમાં આજે સાંજે આકાશ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ દરમિયાન વરસાદની 75 ટકા સંભાવના છે. આ ઉપરાંત આજે ડરબનમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. જો કે ક્રિકેટ ચાહકો માટે આ સારા સમાચાર નથી. આજે ખરાબ હવામાન અને વરસાદને કારણે સિરીઝની પ્રથમ T20 મેચ ધોવાઈ શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત

સૂર્યકુમાર યાદવ (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, જીતેશ શર્મા (wkt), રવિન્દ્ર જાડેજા (VC), મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ

સાઉથ આફ્રિકા

એડન માર્કરમ (C), રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રીત્ઝકે, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો જેન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, લિઝાદ વિલિયમ્સ, તબરેઝ શમ્સી

IND vs SA : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની T20I સિરીઝની શરૂઆત, આજે ડરબનમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News