Get The App

ઈંગ્લિશ બોલરો સામે ભારતીય ટીમ ધ્વસ્ત, પાંચ ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડની 28 રને જીત

જીત સાથે ઈંગ્લેન્ડની ટીમે ટેસ્ટ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
ઈંગ્લિશ બોલરો સામે ભારતીય ટીમ ધ્વસ્ત, પાંચ ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડની 28 રને જીત 1 - image


IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ 28 રને જીતી લીધી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. ટોમ હાર્ટલીએ બીજી ઈનિંગમાં ખતરનાક બોલિંગ કરી અને 7 વિકેટ ઝડપી. ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ભારતીય ટીમ 202 રનમાં ઓલઆઉટ

ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ હતો. જેના જવાબમાં ભારતીય ટીમ મેચના ચોથા દિવસે 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બીજી ઇનિંગમાં બેટિંગ કરતા કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 39 રનની ઈનિંગ રમી હતી. આર. અશ્વિન અને કેએસ ભરતે 28-28 રન બનાવ્યા હતા. જ્યારે આર અશ્વિન અને કેએસ ભરત બેટિંગ કરી રહ્યા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ મેચ જીતશે. પરંતુ આ થઈ શક્યું નહીં.

બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેન ફ્લોપ રહ્યા 

હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ફિફ્ટી ફટકારી હતી, પરંતુ બીજી ઈનિંગમાં આ ત્રણેય બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. બીજી ઇનિંગમાં જયસ્વાલે 15 રન, કેએલ રાહુલે 22 રન અને જાડેજાએ 2 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 420 રન બનાવ્યા 

બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ઓલી પોપે 196 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે ઈંગ્લેન્ડ 420 રન બનાવી શક્યું હતું. હવે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઈંગ્લેન્ડે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.


Google NewsGoogle News