ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પીએ રચ્યો ઈતિહાસ, બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ જીતી
Koneru Humpy Won World Rapid Chess Championship: ભારતના ગ્રાન્ડ માસ્ટર કોનેરૂ હમ્પીએ ઈન્ડોનેશિયાની ઈરીન સુકંદરને હરાવી બીજી વખત વિશ્વના રેપિડ ચેસ ચેમ્પિયનશીપ ખિતાબ જીત્યો છે. હમ્પીએ અગાઉ 2019માં જ્યોર્જિયામાં આ ખિતાબ જીત્યો હતો.
ભારતની નંબર વન મહિલા ચેસ ખેલાડીએ ચીનની જૂ વેનજુન બાદ વધુ એકથી વધુ વખત આ ખિતાબ જીતનારી વિશ્વની બીજી ખેલાડી બની છે. 37 વર્ષીય હમ્પીએ 11માંથી 8.5 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટ પૂર્ણ કરી ભારતની ગ્રાન્ડ માસ્ટરે ચેમ્પિયનશીપ પોતાના નામે કરી હતી. રશિયાના 18 વર્ષીય વોલોદર મુર્જિને પુરૂષ વર્ગમાં આ ખિતાબ જીત્યો હતો. નોદિરબેક અબ્દુસત્તોરોવ બાદ મુર્જિન બીજા સૌથી નાની વયના FIDE વર્લ્ડ રેપિડ ચેમ્પિયન બન્યા છે. નોદિરબેકે 17 વર્ષની વયે આ ખિતાબ જીત્યો હતો.
ભારતીય ચેસ ખેલાડીઓ માટે 2024નું વર્ષ શુભ રહ્યું
ભારતીય ચેસ ખેલાડીઓ માટે 2024નું વર્ષ શુભ રહ્યું છે. સિંગાપોરમાં ક્લાસિકલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ડી ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવી ચેમ્પિયન બન્યો હતો. હમ્પીએ રેપિડ વર્લ્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચોઃ IND vs AUS 4th Test LIVE: બુમરાહનો તરખાટ, કાંગારૂ બેટર ઘૂંટણીએ, 173 રનમાં 9 વિકેટ પડી
વુમન વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ 2024ના અંતિમ રાઉન્ડમાં સ્કોર
ગ્રાન્ડ માસ્ટર કોનેરૂ હમ્પી- 8.5/11
ગ્રાન્ડ માસ્ટર જૂ વેનજુન- 8.0/11
ગ્રાન્ડ માસ્ટર કતેરિના લાન્ગો - 8.0/11
ગ્રાન્ડ માસ્ટર ટેન ઝોંગ્યી- 8.0/11
ગ્રાન્ડ માસ્ટર હારિકા દ્રોણાવલ્લી- 8.0/11
WIM અફ્રૂજા ખામદામોવા- 8.0/11
ગ્રાન્ડ માસ્ટર એલેક્જેંડ્રા કોસ્ટેનિયુક- 8.0/11
ઈન્ટરનેશનલ માસ્ટર બિબિસારા અસોબાયેવા- 7.5/11
ઈન્ટરનેશનલ માસ્ટર ઝરીન ખારિસ્મા સુકંદર- 7.5/11
ઈન્ટરનેશનલ માસ્ટર સ્ટાવ્રોલા ત્સોલાકિડો- 7.5/11
હમ્પીનું સતત આકર્ષક પ્રદર્શન
હમ્પી 2019માં જ્યોર્જિયાના બટુમીમાં ચેમ્પિયનશીપ જીતી સફળતાના શિખર પર પહોંચી હતી. 2023માં પણ ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2022માં મહિલા વર્લ્ડ બિલ્ટ્જ ચેસ ચેમ્પિયનશીપમાં અને 2024ની શરૂઆતમાં મહિલા કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.