Asian Games 2023 : ભારતે પ્રથમ વખત મેડલની સદી ફટકારી, જાણો એશિયન ગેમ્સના ઈતિહાસમાં ક્યારે અને કેટલા મેડલ જીત્યા

ભારતે 11માં દિવસે 71 મેડલ જીતી એશિયન ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતે પ્રથમ વખત મેડલની સદી ફટકારી, જાણો એશિયન ગેમ્સના ઈતિહાસમાં ક્યારે અને કેટલા મેડલ જીત્યા 1 - image


Asian Games 2023 : ભારતનું એશિયન ગેમ્સ 2023માં પ્રદર્શન યથાવત છે. શરૂઆતના 13 દિવસમાં 95 મેડલ જીતનાર ભારતે 14માં દિવસે 100નો આંકડો સ્પર્શ્યો અને તમામ જૂન રેકોર્ડ તોડ્યા હતા. એશિયન ગેમ્સના ઈતિહાસ(India Wins 100 Medals In Asian Games 2023)માં ભારતે પ્રથમ વખત મેડલની સદી ફટકારી છે. આ સ્પર્ધામાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે 11માં દિવસે 71 મેડલ જીતી એશિયન ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ પહેલા એશિયન ગેમ્સની એક આવૃત્તિમાં ભારતે સર્વાધિક 70 મેડલ જીત્યા હતા. આ કારનામું ભારતે જકાર્તામાં યોજાયેલા એશિયન ગેમ્સ 2018માં કર્યું હતું. આવો જાણીએ અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે.

એશિયન ગેમ્સમાં ભારતનું પ્રદર્શન

વર્ષ

ગોલ્ડ

સિલ્વર

બ્રોન્ઝ

કુલ મેડલ

1951 

15

16

20

51

1954 

5

4

8

17

1958

5

4

4

13

1962

10

13

10

33

1966

7

3

11

21

1970

6

9

10

25

1974

4

12

12

28

1978

11

11

6

28

1982

13

19

25

57

1986

5

9

23

37

1990

1

8

14

23

1994

4

3

16

23

1998

7

11

17

35

2002

11

12

13

36

2006

10

17

26

53

2010

14

17

34

65

2014

11

10

36

57

2018

16

23

31

70

2023

25

35

40

100*

 


એશિયન ગેમ્સની પ્રથમ આવૃત્તિમાં ભારતે 51 મેડલ જીત્યા

એશિયન ગેમ્સની શરૂઆત વર્ષ 1951માં થઇ હતી. જેનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ભારતે તેમાં કુલ 51 મેડલ જીત્યા હતા. જેમાં 15 ગોલ્ડ, 16 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. તે સમયે ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને હતું. જો કે તે પછી 50 મેડલ જીતવા માટે ભારતને 31 વર્ષની રાહ જોવી પડી હતી. વર્ષ 1982માં નવી દિલ્હીમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 57 મેડલ જીત્યા હતા.

ભારતના ખેલાડીઓએ લખી સફળતાની નવી ગાથા

વર્ષ 1990માં એવો સમય પણ આવ્યો જયારે ભારત ટોપ 10માં પણ ન હતું. આ વર્ષે ભારત પાસે માત્ર એક ગોલ્ડ મેડલ સહિત કુલ 23 મેડલ હતા. વર્ષ 1998થી ભારતના પ્રદર્શનમાં સુધારો થયો અને વર્ષ 2006માં પ્રથમ વખત ભારતે ઘરની બહાર 50થી વધુ મેડલ જીત્યા. ત્યારથી ભારત સતત 50થી વધુ મેડલ જીતતો આયો છે. વર્ષ 2018માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને 70 મેડલ જીત્યા હતા. હવે એશિયન ગેમ્સ 2023માં ભારતે 71થી વધુ મેડલ જીત્યા છે અને ઘણી અન્ય સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચી મેડલ પાક્કો કરી દીધો છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ નવી સફળતાની ગાથા લખશે તે નિશ્ચિત છે.

Asian Games 2023 : ભારતે પ્રથમ વખત મેડલની સદી ફટકારી, જાણો એશિયન ગેમ્સના ઈતિહાસમાં ક્યારે અને કેટલા મેડલ જીત્યા 2 - image


Google NewsGoogle News