Get The App

ભારતના ખેલાડીઓ મારી અને હેડની એકાગ્રતા ભંગ કરવા ‘સ્લેજિંગ’ કરતા હતા, લાબુશેનની ચોંકાવનારી કોમેન્ટ

અમે ભારતના ખેલાડીઓને જવાબ આપતા કે પ્રેક્ષકોના ઘોંઘાટમાં કશું સંભળાતું નથી : લાબુસેન

અમે પ્રેક્ષકોના આવા અવાજને જ શાંત પાડવાનું ધ્યેય રાખ્યું હતું : લાબુસેન

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
ભારતના ખેલાડીઓ મારી અને હેડની એકાગ્રતા ભંગ કરવા ‘સ્લેજિંગ’ કરતા હતા,  લાબુશેનની ચોંકાવનારી કોમેન્ટ 1 - image


Labuschagne shocking comments on Indian Player : વર્લ્ડકપની ફાઈનલમાં હેડ અને લાબુશેનની વિકેટની વિજયી રનની ભાગીદારીએ ભારતના હાથમાંથી વર્લ્ડકપ છીનવી લીધો હતો. લાબુશેને કહ્યું હતું કે એક લાખ ઉપરના ભારતના સમર્થકોની સ્ટેડિયમમાં હાજરી અને તેઓનો જે ગગનભેદી અવાજ ભારતનો જ્યારે પણ કંઈ સારો દેખાવ થાય ત્યારે સંભળાતો તે પીચ પરનો બેટિંગ વખતનો યાદગાર અનુભવ હતો. અમે પ્રેક્ષકોના આવા અવાજને જ શાંત પાડવાનું ધ્યેય રાખ્યું હતું. અમે નક્કી કર્યું કે પ્રેક્ષકો જેટલા શાંત રહે તે સમયે માનવું કે મેચ પર અમારૂ પ્રભુત્વ છે.

ભારતના કેટલાંક ખેલાડીઓએ સ્લેજિંગ કર્યું  : લાબુસેન

લાબુસેને તો એટલે સુધી કહ્યું કે તેની અને હેડની ભાગીદારી જામતી જતી ત્યારે ભારતના કેટલાંક ખેલાડીઓએ સ્લેજિંગ ચાલુ કર્યું હતું. પણ અમે તેઓને એક જ જવાબ આપતા હતા કે તમે શું બોલો છે તે અમને સંભળાતું જ નથી. લાબુશેને એમ પણ કહ્યું કે બુમરાહે વિકેટ લીધી અને સ્કોર ૪૭ રને ૩ વિકેટ થયો ત્યારે પ્રેક્ષકો ભારે ગેલમાં આવી ગયા હતા અને ખૂબ અવાજ કરીને ભારતની ટીમને સમર્થન આપતા હતા પણ અમે એકાગ્રતાને અસર નહોતી પડવા દીધી. જ્યારે હેડે આક્રમક શેટ લગાવ્યા તે સાથે જ પ્રેક્ષકોનો સોંપો પડી ગયો ત્યારે જ લાબુશેને હેડને કહ્યું હતું કે “આ શાંતિ જ બતાવે છે કે ભારતની હાલત દયનીય બનતી જાય છે. ભારત માટે પ્રેક્ષકો શ્રદ્ધા ગુમાવી રહ્યા છે. બસ, આ જ શાંતિ હવે આપણે લંબાવીએ મેચ પર આપણું પ્રભુત્વ જામતું જાય છે તે આ સંકેત છે.” ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સે પણ મેચના આગલા દિવસે મીડિયાને કહ્યું હતું કે, અમે ૧.૩૦ લાખ પ્રેક્ષકોનો અવાજ શાંત રહે તેવો દેખાવ કરીશું.

ભારતના ખેલાડીઓ મારી અને હેડની એકાગ્રતા ભંગ કરવા ‘સ્લેજિંગ’ કરતા હતા,  લાબુશેનની ચોંકાવનારી કોમેન્ટ 2 - image


Google NewsGoogle News