Get The App

ક્રિકેટ જગતમાં પિંક કલરની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન મેચ સાથે શું છે કનેક્શન, જાણો તેનું ખાસ મહત્વ

એક લાખ વધુ લોકોથી ભરેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાલમાં બે રંગોમાં વહેચાયેલું જોવા મળે છે

પહેલો કલર છે બ્લુ જે ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનો કલર છે અને બીજો કલર ગુલાબી છે જે દરેક જગ્યાએ દેખાય છે

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ક્રિકેટ જગતમાં પિંક કલરની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન મેચ સાથે શું છે કનેક્શન, જાણો તેનું ખાસ મહત્વ 1 - image


India Pakistan Match: ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી લોકો ખુશ છે, ત્યારે સ્ટેડિયમમાં હાજર ઘણા પિંક પોસ્ટરો જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો સતત પૂછી રહ્યા છે કે આ પિંક કલર સાથે ભારત પાકિસ્તાન મેચનું શું કનેક્શન છે. આવો તમને જણાવીએ તેની પાછળનું ખાસ કારણ.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દરેક જગ્યાએ ગુલાબી કલર

એક લાખથી વધુ લોકોથી ભરેલું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાલમાં બે રંગોમાં રંગાયેલું જોવા મળે છે. પહેલો કલર બ્લુ છે જે ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનો કલર છે. બીજો કલર ગુલાબી છે જે દરેક જગ્યાએ દેખાય છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ગુલાબી કલરનો આ મેચ કે વર્લ્ડ કપ સાથે શું સંબંધ છે? એનો જવાબ છે કે આ વખતે ICCએ વર્લ્ડ કપના લોગોમાં પિંક કલરનો ઉપયોગ કર્યો છે. આ જ કારણ છે કે મેચના અમ્પાયર, સ્ટમ્પ અને સ્કોર બોર્ડનો કલર પણ ગુલાબી છે.

વર્લ્ડ કપના પિંક કલરનું કનેક્શન છે નવરસ સાથે  

આ વખતે ICCએ નવરસની થીમ પર વર્લ્ડ કપનો લોગો બનાવ્યો છે. નવરસ ભારતીય સંસ્કૃતિનું એક સ્વરૂપ છે જેમાં નવ રંગ છે અને દરેક રંગ એક ભાવ પ્રદર્શિત કરે છે. આ નવરસમાં ગુલાબી કલરનું વિશેષ મહત્વ છે. એટલા માટે આ વખતે વર્લ્ડ કપ 2023માં તમને દરેક જગ્યાએ ગુલાબી કલર જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ICCની ઓફિશિયલ વેબસાઈટ પર આવેલા વીડિયોમાં આ વાતને વધુ સારી રીતે સમજાવવામાં આવી છે. વીડિયોમાં તમને ભારતીય સંસ્કૃતિ અને તહેવારો સાથે સંબંધિત દરેક એંગલ જોવા મળશે 


Google NewsGoogle News