ક્રિકેટ ફેન્સ માટે ચિંતાના સમાચાર: ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદનું સંકટ! હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનનો મહામુકાબલો

15 ઓક્ટોબર પ્રથમ નોરતાના દિવસે પણ વરસાદની આગાહી

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ક્રિકેટ ફેન્સ માટે ચિંતાના સમાચાર: ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદનું સંકટ! હવામાન વિભાગે કરી આગાહી 1 - image

અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Stadium Match)માં આવતીકાલે (14 ઓક્ટોબર)એ ભારત અને પાકિસ્તાન(india pakistan match)ની વર્લ્ડ કપ(World Cup 2023)નો મહામુકાબલો રમાવાનો છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશની સુરક્ષા એજન્સીઓ પણ મેચને લઈને એલર્ટ થઈ ગઈ છે. ક્રિકેટ રસીકો આ મેચ માટે ખૂબજ આતૂર બની ગયાં છે. તેવામાં હવે રંગમાં ભંગ પડાવે તેવા મેઘરાજાની પધરામણીની શક્યતાઓ વર્તાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મેચ દરમિયાન અમદાવાદ શહેર અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની ભવિષ્યવાણી કરી છે.

હવામાન વિભાગે શું-શું કહ્યું?

IMD દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન સુકૂ રહેવાની શક્યતા છે. 14 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

14 ઓક્ટોબરે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રના મનોરમા મોહંતીએ કહ્યું કે, વાદળછાયું વાતવરણ રહેશે. આગામી દિવસે અમદાવાદ અને અન્ય ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવો વરસાદ પડી શકે છે.

જો વરસાદના કારણે મેચ રદ્દ થાય તો શું થશે?

જો વરસાદના કારણે મેચ રદ્દ થાય છે તો ભારત અને પાકિસ્તાનને એક-એક પોઈન્ટ મળશે. આ મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચો માટે રિઝર્વ ડે છે. ફેન્સ ઈચ્છશે કે એવી પરિસ્થિતિ ન આવે અને તેમને આખી મેચ જોવા મળે. 

15 ઓક્ટોબર પ્રથમ નોરતાના દિવસે પણ વરસાદની આગાહી

બીજી તરફ હાલમાં વરસાદ બંધ હોવાથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. તેની સાથે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે ચોમાસાની વિદાયની સાથે હવે આકરો તાપ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે. જો કે અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવના છે.

ક્રિકેટ ફેન્સ માટે ચિંતાના સમાચાર: ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદનું સંકટ! હવામાન વિભાગે કરી આગાહી 2 - image


Google NewsGoogle News