ઈંગ્લેન્ડ સામેની હાર ભારતીય ટીમને ભારે પડી, WTC પોઈન્ટ ટેબલમાં થયું મોટું નુકસાન

ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
ઈંગ્લેન્ડ સામેની હાર ભારતીય ટીમને ભારે પડી, WTC પોઈન્ટ ટેબલમાં થયું મોટું નુકસાન 1 - image
Image: Twitter

World Test Championship Points Table 2023-25 : હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ટીમને બેવડો ફટકો પડ્યો છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં 0-1થી પાછળ થઇ ગઈ છે. આ સિવાય તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારે નુકસાન થયું છે. હૈદરાબાદમાં રમાયેલી ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

હૈદરાબાદમાં હાર બાદ પાંચમાં સ્થાને પહોંચ્યું ભારત

ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને આવી ગઈ છે. આ હાર પહેલા ભારતીય ટીમ બીજા નંબરે હતી. એટલે કે આ હારના કારણે ભારતીય ટીમને 3 ક્રમનો ભારે નુકસાન થયો છે. પોઈન્ટ ટેબલ પર પાંચમાં સ્થાને પહોંચનાર ભારતીય ટીમ પાસે હવે 5 ટેસ્ટમાં 2 જીત, 2 હાર અને 1 ડ્રો મેચ છે. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ભારતની જીતની ટકાવારી 43.33 થઈ ગઈ છે, જે પહેલા 50 હતી.

બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં ભારતથી ઉપર

પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશની ટીમ ભારતથી ઉપર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશની ટીમ 2 ટેસ્ટ મેચમાં 1 જીત અને એક હાર સાથે ચોથા સ્થાને છે. તેની ઉપર ન્યુઝીલેન્ડ ત્રીજા, સાઉથ આફ્રિકા બીજા અને ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની જીત ટકાવારી 55 છે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની જીતની ટકાવારી 50-50 છે.

ઈંગ્લેન્ડ સામેની હાર ભારતીય ટીમને ભારે પડી, WTC પોઈન્ટ ટેબલમાં થયું મોટું નુકસાન 2 - image


Google NewsGoogle News