ભારતે ટેસ્ટ ક્રિકેટમાં 112 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર વિશ્વની ત્રીજી ટીમ બની

ભારતે પાંચમી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રને હરાવ્યું

ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 9 વિકેટ ઝડપી હતી

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
ભારતે ટેસ્ટ ક્રિકેટમાં 112 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર વિશ્વની ત્રીજી ટીમ બની 1 - image
Image:Twitter

IND vs ENG 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ હતી. આ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રનના મોટા અંતરથી હરાવ્યું અને સીરિઝ 4-1થી પોતાના નામે કરી હતી. આ જીત સાથે જ ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમ છેલ્લા 112 વર્ષમાં પહેલી એવી ટીમ બની ગઈ છે જેણે સીરિઝની પહેલી મેચ હાર્યા બાદ પાંચ મેચની સીરિઝ 4-1થી જીતી હોય.

માત્ર ત્રણ વખત બન્યું આવું

ટેસ્ટ ક્રિકેટના 141 વર્ષના ઈતિહાસમાં આવું માત્ર ત્રણ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પાંચ મેચની સીરિઝની પ્રથમ મેચ હાર્યા બાદ સીરિઝની બાકીની મેચો જીતવામાં સફળ રહી હોય. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત આ સિદ્ધિ વર્ષ 1897-1898માં હાંસલ કરી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 1901-1902માં ફરી આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડે વર્ષ 1912માં ત્રીજી વખત આવું કર્યું હતું. આવી સ્થિતિમાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ 112 વર્ષ બાદ સીરિઝની પ્રથમ મેચ હાર્યા બાદ પાંચ મેચોની સીરિઝની બાકીની ચાર મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ સિવાય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ ખાસ સિદ્ધિ મેળવનારી ભારત ત્રીજી ટીમ છે.

ભારતીય ટીમની ધમાકેદાર વાપસી

ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામે ભારતને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતે વિશાખાપટ્ટનમમાં સીરિઝની બીજી મેચમાં વાપસી કરી હતી અને 106 રને જીત મેળવી હતી. આ પછી સીરિઝની ત્રીજી મેચમાં ભારતે રાજકોટમાં ઈંગ્લેન્ડને 434 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ હતી અને ભારતીય ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. જ્યારે ધર્મશાલામાં ભારતે એક ઇનિંગ અને 64 રનના મોટા અંતરથી જીત મેળવી હતી.

ભારતે ટેસ્ટ ક્રિકેટમાં 112 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, આવી સિદ્ધિ મેળવનાર વિશ્વની ત્રીજી ટીમ બની 2 - image


Google NewsGoogle News