રાજકોટમાં મહિલા ક્રિકેટ ટીમે રંગ રાખ્યો: વનડે ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ, જેમિમાએ રચ્યો ઈતિહાસ
Jemimah Rodrigues Maiden Century, India Women vs Ireland Women: ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચ રવિવારે રાજકોટમાં યોજાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે રનનો વરસાદ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાના તમામ રેકોર્ડ તોડીને ODIમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. ભારતીય બેટર્સે ધૂઆંધાર બેટિંગ વડે આયર્લેન્ડના બોલરોને હંફાવી 50 ઓવરમાં 5 વિકેટે 370 રન બનાવ્યા હતા.
મંધાના અને પ્રતિકાની તોફાની શરૂઆત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર આ સીરિઝમાં રમી રહી નથી. તેના સ્થાને સ્મૃતિ મંધાનાને કેપ્ટનશીપ મળી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ઓપનિંગ જોડીએ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ વિકેટ માટે 19 ઓવરમાં 156 રનની ભાગીદારી કરી હતી. મંધાનાએ 54 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પ્રતિકા રાવલે 61 બોલમાં 67 રન બનાવ્યા હતા. ભારતે 156 રનમાં માત્ર બે વિકેટ જ ગુમાવી દીધી હતી.
IPL 2025 ક્યારથી શરૂ થશે? BCCIના ઉપાધ્યક્ષે કરી તારીખની જાહેરાત
જેમિમા અને હરલીને બોલર્સને હંફાવ્યાં
બે વિકેટ પડ્યા બાદ હરલીન દેઓલ અને જેમિમા રોડ્રિગ્ઝે ઇનિંગની જવાબદારી સંભાળી હતી. બંનેએ 183 રનની ભાગીદારી કરી હતી. હરલીને 84 બોલમાં 89 રન અને . જેમિમાએ 91 બોલમાં 102 રન કર્યા હતાં. હરલીને કુલ 12 ચોગ્ગા જ્યારે જેમિમાએ 12 ચોગ્ગા સાથે પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.
ભારતે તેનો જૂનો રેકોર્ડ તોડ્યો
ભારતીય મહિલા ટીમે 370/5નો સ્કોર કરીને ODIમાં તેનો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલાં ભારતનો સૌથી વધુ સ્કોર 358/2 હતો. 2017માં તેણે આ રેકોર્ડ આયર્લેન્ડ સામે જ બનાવ્યો હતો. હવે 8 વર્ષ બાદ તેણે આ જ ટીમ સામે પોતાનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ સર્જ્યો છે. ભારતની ઇનિંગમાં 44 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી.