ભારતે શ્રીલંકા સામેની બીજી મેચ પણ ગુમાવી, 32 રને હાર, શ્રીલંકન બોલર જેફરીની 6 વિકેટ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
ભારતે શ્રીલંકા સામેની બીજી મેચ પણ ગુમાવી, 32 રને હાર, શ્રીલંકન બોલર જેફરીની 6 વિકેટ 1 - image



IND vs SL: શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું છે. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરી 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. જો કે, બાદમાં શ્રીલંકાના લેગ સ્પિનર જેફરી વાંડરસે 6 વિકેટ ઝડપી મેચની સ્થિતિ બદલી હતી. જે બાદ ભારત 42.2 ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગયું હતું. હાલ શ્રીલંકા આ શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ વનડે ટાઈ રહી હતી, ત્રીજી મેચ 7મી ઓગસ્ટે રમાશે.

સ્ટાર બેટ્સમેન ફ્લોપ પુરવાર થયા

241 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે તોફાની શરૂઆત કરી હતી. બંનેએ 97 રનની પાર્ટનરશીપ બનાવી હતી. કેપ્ટન રોહિત શર્મા 44 બોલમાં 64 રન બનાવી આઉટ થયો હતો. ચાહકોને ભારતીય ટીમની સફળતા નજર આવી રહી હતી. જો કે, બાદમાં વિરાટ કોહલી (14), શ્રેયસ ઐયર (7), કેએલ રાહુલ (0) અને શિવમ દુબે (0) જેવા સ્ટાર બેટ્સમેન ફ્લોપ પુરવાર થયા હતા. ભારતના શરૂઆતની તમામ 6 વિકેટ જેફરી વેંડરસે ઝડપી હતી.

શ્રીલંકાના બોલરોનું તોફાની પ્રદર્શન

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં શ્રીલંકાના બોલરોએ તોફાની પ્રદર્શન કર્યું હતું. ભારતના શરૂઆતની તમામ 6 વિકેટ જેફરી વેંડરસે ઝડપી હતી. 6 વિકેટ લેનાર લેગ સ્પિનર ​​જેફરી વાંડરસે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે ભારતના ટોપ-6 બેટર્સને 50 રનની અંદર પેવેલિયન મોકલી દીધા અને તે જીતનું મુખ્ય કારણ બન્યું. ત્યારબાદ શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ અક્ષર પટેલ (44), વોશિંગ્ટન સુંદર (15) અને મોહમ્મદ સિરાજ(4)ને આઉટ કરી ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ રન આઉટ થયો હતો અને કુલદીપ યાદવ 7 રન બનાવી નોટઆઉટ પરત ફર્યો હતો.

ભારત અને શ્રીલંકા વચ્ચે ODIની સ્થિતિ

કુલ મેચ: 170
ભારત જીત્યું: 99
શ્રીલંકા જીત્યું: 58
અનિર્ણિત: 11
ટાઇ: 2

બીજી વનડેમાં ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.

બીજી વન-ડેમાં શ્રીલંકાની પ્લેઈંગ 11: પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરાવિક્રમા, ચરિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, જેનિથ લિયાનાગે, દુનિથ વેલાલાગે, અકિલા ધનંજય, અસિથા ફેરા, અકિલા ધનંજય, અસિથા ફેરે.


Google NewsGoogle News