Asian Games 2023 : ભારતે હોકીમાં બાંગ્લાદેશને 12-0થી કચડયો, પૂલ મેચમાં સતત 5મી જીત

ભારતીય ખેલાડીઓનો વર્ચસ્વ મેચની શરૂઆતથી જ જોવા મળ્યો હતો

ભારત માટે પ્રથમ ગોલ કેપ્ટન હરમનપ્રીતે બીજી મિનિટે કર્યો હતો

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતે હોકીમાં બાંગ્લાદેશને 12-0થી કચડયો, પૂલ મેચમાં સતત 5મી જીત 1 - image
Image:Twitter

Asian Games 2023 IND vs BAN Hockey Match : એશિયન ગેમ્સ 2023માં ભારતીય હોકી ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ભારતે ગ્રુપ સ્ટેજની પાંચમી મેચમાં બાંગ્લાદેશ(India Beat Bangladesh In 5th Pool Match)ને 12-0થી કચડી નાખ્યું છે. આ સાથે જ ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો આવતીકાલે ચીન સાથે થઇ શકે છે.

મેચની શરૂઆતથી ભારતનો વર્ચસ્વ જોવા મળ્યો

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારત તરફથી હરમનપ્રીત સિંહે હેટ્રિક ગોલ કર્યા હતા. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની 5 મેચોમાં કુલ 58 ગોલ કર્યા હતા. ખાસ વાત એ છે કે ભારતને આ તમામ મેચમાં જીત મળી હતી. ભારત-બાંગ્લાદેશ મેચની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓનો વર્ચસ્વ મેચની શરૂઆતથી જ જોવા મળ્યો હતો. ભારત માટે પ્રથમ ગોલ કેપ્ટન હરમનપ્રીતે બીજી મિનિટે કર્યો હતો. ત્યાર બાદ ભારતીય ખેલાડીઓ સતત આક્રમણ કરતા રહ્યા અને ભારતને 12-0થી જીત મળી હતી.

  Asian Games 2023 : ભારતે હોકીમાં બાંગ્લાદેશને 12-0થી કચડયો, પૂલ મેચમાં સતત 5મી જીત 2 - image


Google NewsGoogle News