IND vs ENG : ભારતની ઈનિંગ 445 પર થઈ ઓલઆઉટ, માર્ક વુડે 4 વિકેટ ઝડપી

ભારતીય ટીમે બીજા દિવસે 5 વિકેટે 326 રનની લીડ સાથે રમવાનું શરૂ કર્યું હતું

રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
IND vs ENG : ભારતની ઈનિંગ 445 પર થઈ ઓલઆઉટ, માર્ક વુડે 4 વિકેટ ઝડપી 1 - image


IND vs ENG Innings: રાજકોટમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ પારી 445 રનમાં સમેટાઈ ગઈ હતી. ગેમની શરૂઆતમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ ટીમે બીજા દિવસે  5 વિકેટે 326 રનની લીડ સાથે રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ દિવસના બેસ્ટ બેટ્સમેન રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ વહેલા જ પેવેલિયન તરફ વળ્યા હતા. જયારે  ધ્રુવ જુરેલ ઉપરાંત રવિ અશ્વિન અને જસપ્રિત બુમરાહે ટૂંકી પરંતુ મહત્વની ઈનિંગ્સ રમી હતી. 

445 રનમાં સમેટાઈ ગઈ ટીમ

ભારતીય ટીમને છઠ્ઠો ઝટકો 331 રનના સ્કોર પર લાગ્યો હતો. કુલદીપ યાદવ 4 રન બનાવ્યા બાદ જીમી એન્ડરસને તેને આઉટ કર્યો. એવી જ રીતે રવિન્દ્ર જાડેજા પણ આઉટ થયો. જાડેજાએ 225 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી. આ પછી ધ્રુવ જુરેલ અને રવિ અશ્વિન વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. ધ્રુવ જુરેલ 104 બોલમાં 46 રન બનાવીને અને રવિ અશ્વિન 37 રન બનાવ્યા હતા. આ બંને રેહાન અહેમદની બોલિંગ પર આઉટ થયા હતા. જયારે જસપ્રીત બુમરાહે 26 રન બનાવ્યા હતા. 

પ્રથમ દિવસે સરફરાઝ ચમક્યો

કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. રોહિતે 196 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ સરફરાઝ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં 62 રનની યાદગાર ઇનિંગ રમી હતી.

અંગ્રેજ બોલરોની આ હાલત હતી

ઈંગ્લેન્ડના બોલરોની વાત કરીએ તો માર્ક વુડ સૌથી સફળ બોલર હતો. માર્ક વૂડે ટીમ ઈન્ડિયાના 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રેહાન અહેમદને 2 સફળતા મળી. જીમી એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂટને 1-1 સફળતા મળી હતી.

IND vs ENG : ભારતની ઈનિંગ 445 પર થઈ ઓલઆઉટ, માર્ક વુડે 4 વિકેટ ઝડપી 2 - image


Google NewsGoogle News