Get The App

Champions Trophy: હોકીની સેમિ ફાઈનલમાં ભારતે જાપાનને હરાવ્યું, હવે ચીન સામે મહામુકાબલો

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
Champions Trophy: હોકીની સેમિ ફાઈનલમાં ભારતે જાપાનને હરાવ્યું, હવે ચીન સામે મહામુકાબલો 1 - image


Womens Asian Hockey Champions Trophy, IND vs JAP : હોકી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે જાપાનને 2-0થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઇનલમાં ભારતનો સામનો ચીન સાથે થશે. આ ચેમ્પિયન્સ ટ્રોફી રાજગીર, બિહારમાં રમાઈ રહી છે. હવે ભારત અને ચીન વચ્ચે 20મી નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. જાપાન સામેની રોમાંચક સેમિ ફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો.

ભારતે મેળવી રોમાંચક જીત 

આ સેમિ ફાઇનલ મેચ એટલી રોમાંચક હતી કે 15 મિનિટના પહેલા ત્રણ ક્વાર્ટરમાં એક પણ ગોલ થયો ન હતો. પરંતુ છેલ્લી 15 મિનિટમાં જાપાનની ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી. છેલ્લા ક્વાર્ટરની શરૂઆતના માત્ર 2 મિનિટ બાદ ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. જેને નવનીત કૌરે ગોલમાં ફેરવીને ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. મેચ સમાપ્ત થવામાં માત્ર 4 મિનિટ બાકી હતી. જ્યારે 56મી મિનિટમાં લાલરેમસિયામીએ ગોલ કરીને ભારતને 2-0ની સરસાઈ અપાવી હતી.

આ દિવસે યોજાશે ફાઈનલ મેચ

હવે ભારતનો સામનો ફાઈનલમાં ચીન સામે થશે. આ મુકાબલો 20 નવેમ્બરના રોજ બિહારના રાજગીરમાં યોજાશે. ભારતે આજે સેમિ ફાઈનલમાં ભારતે જાપાનને 2-0થી હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તો બીજી તરફ ચીને મલેશિયાને 3-1થી હરાવીને ફાઈનલમાં પહોંચી ગયું છે.   

Champions Trophy: હોકીની સેમિ ફાઈનલમાં ભારતે જાપાનને હરાવ્યું, હવે ચીન સામે મહામુકાબલો 2 - image


Google NewsGoogle News