ભારતીય ટીમને 2024માં નહીં મળે આરામ, T20 વર્લ્ડ કપ, 15 ટેસ્ટ, 18 T20 અને 3 ODI, આ વર્ષમાં ભારતનું શેડ્યૂલ ચુસ્ત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીના રોજ શરુ થશે
ભારત 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમશે
Image:File Photo |
Indian Cricket Team Schedule 2024 : ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2024માં ઇંગ્લેન્ડ ઉપરાંત બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો સામે પણ રમશે. જો કે અત્યાર સુધી BCCIએ આખું શેડ્યુલ જારી કર્યું નથી. પરંતુ જૂન મહિના સુધી ભારત કઈ ટીમ સામે ક્રિકેટ રમશે તે નક્કી થઇ ચુક્યું છે. હાલ ભારતીય ટીમને 3 જાન્યુઆરીના રોજ સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ રમવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પોતાની ધરતી પર 5 ટેસ્ટ મેચની સીરિઝ રમશે.
ભારત 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 25 જાન્યુઆરીથી થશે. આ સીરિઝની અંતિમ મેચ 11 માર્ચના રોજ રમશે. આ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ્સ ટેબલની દૃષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. આ સીરિઝ પછી IPLનું આયોજન કરવામાં આવશે. IPL બાદ T20 World Cup 2024 રમાશે. આ મેગા ઇવેન્ટનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં કરવામાં આવશે. વર્લ્ડ કપ સિવાય ભારતે આ વર્ષે ઓછામાં ઓછી 12 ટેસ્ટ, 3 વનડે અને 9 T20 મેચ રમવાની છે.
આ ટીમો સામે સીરિઝ રમશે ભારતીય ટીમ
ભારતીય ટીમ T20 World Cup 2024 પછી ઇંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે સીરિઝ રમશે. હાલ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીના રોજ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝ પછી ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે 3 મેચની T20I સીરિઝ રમશે.