WTC પોઈન્ટ ટેબલમાં ભારત ફરીથી નં.1, બુમરાહ ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવનારો પ્રથમ કેપ્ટન
WTC Points Table: ઓસ્ટ્રેલિયા સામે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં 295 રને વિજય મેળવ્યો. આ વિજય ઘણી બધી રીતે ઐતિહાસિક અને ખાસ છે. કારણ કે આ ટેસ્ટમાં ભારત ટીમના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલની ગેરહાજરીમાં રમ્યું હતું. ઉપરાંત પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અગાઉ ક્યારેય મેચ હાર્યું નહોતું. આ મેચ જીતતાંની સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર વન બની ગયું છે
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક વિજય બાદ કેપ્ટન બુમરાહે પ્રેસ કોન્ફરન્સમાં ટીમના સિનિયર ખેલાડી વિરાટ કોહલીના ભરપૂર વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, 'વિરાટ કોહલીને અમારી નહીં, અમારે વિરાટ કોહલીની જરૂર છે. તે ખૂબ અનુભવી ક્રિકેટર છે. તેની સદી ટીમ માટે સારો સંકેત છે. મને ક્યારેય લાગ્યું જ નથી કે તે ફોર્મમાં નહોતો. ક્યારેક પરિસ્થિતિ સારી નથી હોતી પરંતુ તેના કારણે બેટ્સમેનના ફોર્મનું આકલન કરવું યોગ્ય નથી.
આ પણ વાંચો : ફક્ત 7 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ આ ટીમ, T20I ક્રિકેટમાં સૌથી શરમજનક પરાજય
પર્થમાં જીત મેળવ્યાની સાથે જ ભારતીય ટીમે ફરીથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. આ મેચ ભારતીય ટીમ શરુઆતમાં બીજા નંબરે હતી અને ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે હતું. હવે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 15 ટેસ્ટ મેચ રમી છે, તેમાથી ટીમે 9 મેચ જીતી છે. અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ પણ ડ્રો રહી છે. ભારતીય ટીમના પોઈન્ટ 110 છે અને પોઈન્ટ ટકાવારી 61.110 છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચ રમવાની બાકી
WTC પોઈન્ટ ટેબલમાં કાંગારુ ટીમ હવે બીજા નંબરે પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ વર્તમાન ચક્રમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે 8 જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ 1 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ ગઈ છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાના 90 પોઈન્ટ અને 57.690 પોઈન્ટ ટકાવારી છે. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચ રમવાની બાકી છે.
WTC પોઈન્ટ્સ ટેબલ 2023-25
ભારત 15 મેચ જીતી 9
ઓસ્ટ્રેલિયા 13 મેચ જીતી 8
શ્રીલંકા 9 મેચ જીતી 5
ન્યુઝીલેન્ડ 11 મેચ જીતી 6
દક્ષિણ આફ્રિકાએ 8 મેચ જીતી 4