Get The App

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને કચડી પ્રથમ 'વિમેન્સ અંડર-19 T20 એશિયા કપ' પર કર્યો કબજો

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
Under 19 Asia women's cup


India Women's Team Won Under-19 Asia Cup: ગોંગાડી ત્રિશાની આકર્ષક અર્ધસદીના જોરે ભારતે બાંગ્લાદેશને હરાવી અંડર-19 વિમન્સ એશિયા કપનો ખિતાબ પોતાને નામ કર્યો છે. કુઆલાલંપુરના બાયુએમાસ ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 117 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતી બાંગ્લાદેશની ટીમ 76 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ઉમદા બેટિંગના કારણે ત્રિશાને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.

ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે ગોંગાડી ત્રિશાએ 47 બોલમાં પાંચ ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતાં. બાંગ્લાદેશ માટે ફરજાના ઈસ્મિને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ અશ્વિનના સંન્યાસ અંગે વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર : કહ્યું - 'તમે કેરમ બોલથી બોલ્ડ કરી દીધો..'

118 રનનો ટાર્ગેટ

બાંગ્લાદેશની ટીમની બેટિંગ શરૂઆતથી જ ખરાબ રહી હતી. તે 118 રનનો ટાર્ગેટ પૂરો કરવા અડીચોટીનું જોર લગાવી રહી હતી, પરંતુ ભારતીય બોલર્સ સામે નબળી પડી હતી. બાંગ્લાદેશની જુએરિયા ફિરદોસે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. જ્યારે ફહમીદા ચોયાએ 18 રન બનાવ્યા હતા. ભારતની આયુષી શુક્લાએ 3 વિકેટ ઝડપી હતી.

ભારતીય મહિલા ટીમનું શાનદાર પર્ફોર્મન્સ

ભારત માટે આ ટૂર્નામેન્ટ અત્યંત આકર્ષક રહી હતી. ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી હતી. નેપાલ સામેની મેચ વરસાદના લીધે રદ થઈ હતી. બાદમાં સુપર-4માં ભારતે બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવી ટૂર્નામેન્ટ પોતાના નામે કરી હતી.

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને કચડી પ્રથમ 'વિમેન્સ અંડર-19 T20 એશિયા કપ' પર કર્યો કબજો 2 - image


Google NewsGoogle News