Get The App

હાર છતા ભારતીય યુવા બ્રિગેડે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ, T20Iમાં કરી આ મોટી કમાલ

ત્રીજી T20I મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું

મેક્સવેલે 48 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
હાર છતા ભારતીય યુવા બ્રિગેડે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ, T20Iમાં કરી આ મોટી કમાલ 1 - image
Image:Twitter

IND vs AUS 3rd T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20I ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ હતી. છેલ્લા બોલ સુધી ચાલેલી આ હાઈ સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું હતું. ભલે ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચ જીતી ગઈ, પરંતુ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમી રહેલી યુવા બ્રિગેડે ઓસ્ટ્રેલિયાની ટીમનો એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ

ભારતે પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા સામે 223 રનનો લક્ષ્ય મૂક્યો હતો. આ સાથે જ ભારતીય ટીમ કોઈ એક દેશ સામે T20I મેચો(India Most Times Scored 200+ Runs Against A Team)માં સૌથી વધુ વખત 200થી વધુ રન બનાવનાર ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમે 6 વખત 200થી વધુ રન બનાવ્યા છે. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યુઝીલેન્ડ સામે T20Iમાં 5 વખત 200થી વધુ રન બનાવ્યા છે.

ગાયકવાડ અને મેકસવેલની સદી

ભારત તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડે પ્રથમ ઈનિંગમાં 52 બોલમાં પોતાની પ્રથમ T20I સદી ફટકારી હતી. તેણે 57 બોલમાં અણનમ 123 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 13 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. ઋતુરાજના તાબડતોડ 123 રનની મદદથી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 222 રનનો વિશાલ સ્કોર ઉભો કર્યો હતો. પરંતુ મેકસવેલની વિસ્ફોટક બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 5 વિકેટથી મેચ જીતી ગઈ હતી. મેક્સવેલે 48 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 104 રન બનાવી અણનમ રહ્યો હતો. 

હાર છતા ભારતીય યુવા બ્રિગેડે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ, T20Iમાં કરી આ મોટી કમાલ 2 - image


Google NewsGoogle News