IND vs ENG: T20 સીરિઝની બીજી મેચમાં ભારતની ભવ્ય જીત, ઈંગ્લેન્ડ હાર્યું, તિલક વર્માની શાનદાર ઈનિંગ
India vs England 2nd T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની બીજી મેચ આજે (25 જાન્યુઆરી) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતના હીરો તિલક વર્મા હતા, જેમણે 55 બોલમાં 72 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા.
આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે ચાર બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.
બીજી ટી20માં ભારતીય ટીમની પ્લેઇંગ 11: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વૉશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
બીજી ટી20માં ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: બેન ડકેટ, ફિલ સૉલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવર્ટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.