Get The App

4 ટેસ્ટ, 6 વન-ડે, 10 T20... ટીમ ઈન્ડિયા આ ત્રણ દેશો સામે રમશે મેચ, જુઓ ફુલ શેડ્યૂલ

Updated: Apr 2nd, 2025


Google News
Google News
4 ટેસ્ટ, 6 વન-ડે, 10 T20... ટીમ ઈન્ડિયા આ ત્રણ દેશો સામે રમશે મેચ, જુઓ ફુલ શેડ્યૂલ 1 - image


Team India Cricket Schedule 2025 : દેશમાં IPL-2025ની ચાલી રહેલી ધૂમ વચ્ચે BCCIએ આજે આંતરરાષ્ટ્રીય મેચોની તારીખો જાહેર કરી છે. આ મુજબ ભારતીય ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયા પહેલા ઓસ્ટ્રેલિયના પ્રવાસે જશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં મેચ રમશે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની ટીમ ભારત આવશે. આ બંને દેશો સાથે ભારતની ઓક્ટોબરથી ડિસેમ્બરમાં મેચ રમાશે. આ દરમિયાન કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ

India vs West Indies : ઓક્ટોબરની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવશે. બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે. બીજી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ અને 10 ઓક્ટોબરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં બીજી ટેસ્ટ રમાશે.

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે 10 મેચ

India vs South Africa : વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જશે. ત્યાંથી પરત ફર્યા બાદ સાઉથ આફ્રિકા સામે મેચ રમશે. બને દેશો વચ્ચે 14 નવેમ્બરે દિલ્હીમાં પ્રથમ ટેસ્ટ, 22 નવેમ્બરે ગુવાહાટીમાં બીજી ટેસ્ટ રમાશે. ત્યારબાદ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન ત્રણ વન-ડે મેચ રમાશે. પછી 9 ડિસેમ્બરથી પાંચ મેચોની ટી20 સિરિઝ શરૂ થશે.

આ પણ વાંચો : જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 મેચ રમાશે

India vs Australia : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈને કુલ 8 મેચો રમશે. બંને દેશો વચ્ચે ત્રણ વન-ડે મેચ અને પાંચ ટી-20 મેચ રમાશે. આ અંગે બીસીસીઆઈએ સત્તાવાર જાહેરાત પણ કરી છે. 

ભારત-ઓસ્ટ્રેલિયા શેડ્યૂલ

  • પ્રથમ વન-ડે - 19 ઓક્ટોબર : પર્થ સ્ટેડિયમ, પર્થ
  • બીજી વન-ડે - 23 ઓક્ટોબર: એડિલેડ ઓવલ, એડિલેડ
  • ત્રીજી વન-ડે - 25 ઓક્ટોબર: SCG, સિડની
  • પ્રથમ ટી20 - 29 ઓક્ટોબર: મનુકા ઓવલ, કેનબેરા
  • બીજી ટી20 - 31 ઓક્ટોબર: MCG, મેલબોર્ન
  • ત્રીજી ટી20 - 2 નવેમ્બર: બેલેરીવ ઓવલ, હોબાર્ટ
  • ચોથી ટી20 - 6 નવેમ્બર: ગોલ્ડ કોસ્ટ સ્ટેડિયમ, ગોલ્ડ કોસ્ટ
  • પાંચમી ટી20 - 8 નવેમ્બર: ધ ગાબા, બ્રિસ્બેન

આ પણ વાંચો : ISROની અદભૂત સફળતા ! દેશભરના લોકો માટે ઉપયોગી ટેકનોલોજી શોધી

આગામી વર્ષે T20 વર્લ્ડકપ

ઓક્ટોબર-2025થી ભારતીય ટીમનો વ્યસ્ત શેડ્યૂલ જોવા મળવાનો છે, કારણ કે 2026માં ભારત-શ્રીલંકાની યજમાની હેઠળ ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2026) યોજાવાનો છે. આ ટુર્નામેન્ટનું આયોજન ફેબ્રુઆરી અને માર્ચમાં કરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી ટુર્નામેન્ટનું શેડ્યૂલ પણ જાહેર કરાયું નથી અને તમામ ટીમોના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ મુજબ ટી20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે.

આ પણ વાંચો : લક્ઝુરિયસ ક્રૂઝ શિપ પર નોરોવાઈરસનો પ્રકોપ ફેલાયો, ચાલક દળના સભ્યો સહિત 241 પ્રવાસી બીમાર

Tags :