IND VS ZIM: ત્રીજી T20 માં શુભમને રિસ્ક લઈ જ લીધું! ચાર ખેલાડીઓને બેસાડી જુઓ કોને ટીમમાં આપ્યું સ્થાન

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News

IND VS ZIM T20
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારેમાં ત્રીજી t20 મેચ રમાશે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો છે. તો ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કરતાં કેપ્ટન શુભમન ગિલે ચાર ખેલાડીઓને ટીમમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. આ બંને ખેલાડીઓ t20 વર્લ્ડકપની સ્કવોડમાં પણ હતા પરંતુ બંનેને એકપણ મેચ રમવા મળી નહોતી. શુભમને ઓપનિંગમાં અભિષેક શર્માના સ્થાને યશસ્વી જયસ્વાલને ઉતારવાનો નિર્ણય લીધો છે. અભિષેક શર્મા વન ડાઉન રમવા તરશે જ્યારે વિકેટકીપર તરીકે ધ્રુવ જૂરેલના સ્થાને સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય શિવમ દુબે અને ખલીલ અહેમદને પણ તક મળી છે.

ટીમમાં 4 મોટા ફેરફાર

ત્રીજી T20 મેચ માટે કેપ્ટન ગિલે પોતાની પ્લેઈંગ-11માં 4 મોટા ફેરફાર કર્યા છે. સાઈ સુદર્શન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને મુકેશ કુમારને પડતા મૂકવામાં આવ્યા છે. તેનાં સ્થાને યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે, સંજુ સેમસનને વિકેટકીપર તરીકે, શિવમ દુબેને ઓલરાઉન્ડર તરીકે અને ખલીલ અહેમદ ફાસ્ટ બોલર તરીકે સ્થાન મળ્યું છે.

આ શ્રેણીમાં પ્રથમ મેચ ઝિમ્બાબ્વેએ અને બીજી મેચ ભારતે જીતી હતી. બંને ટીમો 1-1થી શ્રેણીમાં બરાબરી પર છે. આ મેચ જિતવાથી ભારતનું પ્રભુત્વ વધી શકે એમ છે. ટીમમાં સ્થાન મળ્યા બાદ યશસ્વી અને સંજુ પોતાની મહત્તા પુરવાર કરવાનો પ્રયાસ કરશે. તો બીજી તરફ યુવા ક્રિકેટર્સ અભિષેક શર્મા અને રવિ બીશ્નોઇ ટીમમાં સ્થાન મજબૂત કરવા પ્રયાસ કરશે.

ભારત પાસે આ સિરીઝમાં વિકલ્પો ઘણા વધારે હોવાથી ખેલાડીઓની ટીમમાં પસંદગી એક મોટો પડકાર બની રહેશે. જોવાનું એ રહેશે કે હવે આગામી ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ કેવી રીતે તૈયાર થાય છે અને કોણ ટીમમાં સ્થાન મજબૂત બનાવે છે.

Google NewsGoogle News