Get The App

VIDEO: ભારતના વિસ્ફોટક બેટરનો 110 મીટર દૂર છગ્ગો, બોલ ગ્રાઉન્ડ બહાર, બોલર જોતો રહી ગયો

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
VIDEO: ભારતના વિસ્ફોટક બેટરનો 110 મીટર દૂર છગ્ગો, બોલ ગ્રાઉન્ડ બહાર, બોલર જોતો રહી ગયો 1 - image


Image Source: Twitter

India vs Zimbabwe: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની T20I સિરીઝની અંતિમ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રવિવારે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 42 રનથી જીત મળી છે. આ મેચમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન સંજૂ સેમસન (Sanju Samson)એ વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 45 બોલમાં 58 રનની ઈનિંગ રમી અને તેની આ ઈનિંગના દમ પર જ ભારત 167 રનનો સ્કોર બનાવી શક્યું.

આ મેચમાં સંજુ સેમસને એક એવો શોટ ફટકાર્યો જેને જોઈને તમામ હેરાન રહી ગયા હતા. સંજૂએ 110 મીટર દૂર છગ્ગો ફટકાર્યો અને બોલ ગ્રાઉન્ડ બહાર ગયો. બોલર પણ આ છગ્ગો જોતો જ રહી ગયો. હવે તેનો વીડિયો વાયુ વેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંજુ સેમસને 110 મીટર દૂર છગ્ગો ફટકાર્યો જે બોલ ગ્રાઉન્ડ બહાર ગયો.

ઝિમ્બાબ્વે (IND vs ZIM 5th T20I) સામે ભારતીય ટીમની છેલ્લી T20I મેચમાં શરૂઆત સારી નહોતી રહી. ટીમ ઈન્ડિયાએ 3.5 ઓવરમાં 38 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. ગિલના વહેલા આઉટ થયા બાદ ટીમે પાંચ ઓવરમાં 40 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સંજુ સેમસને રિયાન પરાગ સાથે મળીને ટીમની ઈનિંગને સંભાળવાની જવાબદારી ઉઠાવી અને સેમસને પોતાના પ્રથમ 14 બોલમાં 10 રન બનાવ્યા પરંતુ ત્યારબાદ તેણે ધીમે ધીમે રફ્તાર પકડી.

સંજુ સેમસને ઈનિંગની 18મી ઓવરમાં બ્રેડન માવુતા સામે સતત છગ્ગા ફટકાર્યા. આ દરમિયાન તેણે 110 મીટર દૂર લાંબો છગ્ગો ફટકાર્યો અને એ બોલ સ્ટેડિયમની બહાર ગયો. હવે આ છગ્ગાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.

સંજુ સેમસને ટી20 ઈન્ટરનેશનલમાં તેની બીજી ફિફ્ટી ફટકારવાની સાથે જ એક ખાસ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે સંજુ સેમસને T20I ઈન્ટરનેશનલમાં 300 છગ્ગા પૂરા કર્યા છે અને T20Iમાં 300 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર તે 7મો ભારતીય ખેલાડી બન્યો છે.

જો મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પાંચમી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા 167 રનનો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સંજુ સેમસન (58) અને રિયાન પરાગે 22 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 26 રન આવ્યા હતા. જ્યારે168 રનનો પીછો કરતી વખતે ઝિમ્બાબ્વેની ટીમ 125 રન જ બનાવી શકી હતી અને આ રીતે ટીમ ઈન્ડિયાએ 42 રનથી મેચ જીતી લીધી હતી. પાંચમી T20I મેચમાં જીત સાથે ભારતીય ટીમે સીરિઝ 4-1થી પોતાના નામે કરી લીધી છે. 


Google NewsGoogle News