રિંકુ સિંહે T20Iમાં સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો, વિશ્વ ક્રિકેટમાં મચાવી હલચલ

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
રિંકુ સિંહે T20Iમાં સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો, વિશ્વ ક્રિકેટમાં મચાવી હલચલ 1 - image


Rinku Singh record in T20I: ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં ભારતે 100 રનથી ઐતિહાસિક જીત મેળવીને ફરી પુરવાર કરી દીધું કે કેમ તેને વર્લ્ડ ચેમ્પિયન કહેવાય છે. અભિષેક શર્માએ T20 ઈન્ટરનેશનલમાં પોતાની કારકીર્દિની પ્રથમ સદી ફટકારીને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. અભિષેકે 47 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં યુવા બેટ્સમેને 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. સામે છેડે રહેલા અને પ્રથમ મેચમાં અભિષેક સંગ નિષ્ફળ નીવડેલ ગાયકવાડે 47 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમીને જીતનો મજબૂત પાયો નાખી દીધો હતો.

આ બંને ખેલાડી જ નહિ વર્લ્ડકપમાં સ્થાન ન મેળવી શકનાર રિંકુ સિંહે છેલ્લી ઘડીએ આવીને તોફાની બેટિંગ કરી 22 બોલમાં 48 રન ફટકાર્યા હતા. રિંકુએ 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 2 વિકેટે 234 રનને પાર પહોંચાડ્યો હતો. 

સામે પક્ષે વિશાળ રન સ્કોરને ચેઝ કરવા આવેલ ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં 134 રન પર ખખડી ગઈ હતી. આ મેચમાં રોહિતની જેમ ઝિમ્બાવે સામે કરિયરની પ્રથમ સદી ફટકારનાર અભિષેક શર્માએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો, તો રિંકુ સિંહે પોતાની ઇનિંગ દરમિયાન 5 સિક્સર ફટકારીને એક અનોખો અને ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

રિંકુએ સૂર્યાને પછાડ્યો :

રિંકુ T20Iમાં 19મી અને 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સર મારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આમ રિંકુએ સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો છે. 19મી અને 20મી ઓવરમાં બેટિંગ કરતી વખતે સૂર્યાએ અત્યાર સુધીમાં કુલ 62 બોલ રમ્યા છે અને આ દરમિયાન તેણે 14 સિક્સર ફટકારી છે. આ મામલામાં રિંકુએ 48 બોલ રમીને કુલ 17 સિક્સર ફટકારીને ઈતિહાસ સર્જ્યો છે.

આ બંને ખેલાડીથી ઉપર વિશ્વના સૌથી મોટા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં T20Iમાં 19મી અને 20મી ઓવરમાં બેટિંગ કરતી વખતે સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ ધરાવે છે. આ દરમિયાન પંડ્યાએ 193 બોલ રમ્યા છે અને 32 સિક્સર ફટકારી છે. બીજા નંબર પર વિરાટ કોહલી છે. ધોની પણ આ યાદીમાં શામેલ છે.

T20 માં છેલ્લી 2 ઓવરમાં ભારત માટે સૌથી વધુ સિક્સર

હાર્દિક પંડ્યા - 32 (193 બોલ)

વિરાટ કોહલી - 24 (158 બોલ)

એમએસ ધોની - 19 (258 બોલ)

રિંકુ સિંહ - 17 (48 બોલ)*

અંતિમ ઓવરમાં સૌથી વધુ સિક્સર :

તદુપરાંત ભારતીય બેટ્સમેન હાર્દિક પંડ્યા ટી-20 ઈન્ટરનેશનલમાં 20મી ઓવરમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી પણ છે. પંડ્યાએ અત્યાર સુધી છેલ્લી ઓવરમાં કુલ 13 સિક્સર ફટકારી છે. ધોની બીજા નંબર પર છે, ધોનીએ છેલ્લી ઓવરમાં 12 સિક્સ ફટકારી છે, જ્યારે સૂર્યકુમાર યાદવના નામે 11 છગ્ગા છે અને દિનેશ કાર્તિકે પણ 9 છગ્ગા સાથે યાદીમાં છે. હાલમાં કોહલી અને રિંકુએ T-20 ઇન્ટરનેશનલમાં છેલ્લી ઓવરમાં બેટિંગ કરતી વખતે કારકિર્દીમાં કુલ 8 છગ્ગા ફટકાર્યા છે. રોહિતના નામે 6 સિક્સર છે.

વધુ એક અનોખા રેકોર્ડ પર નજર કરીએ તો રિંકુ પોતાની કારકિર્દીની પ્રથમ 12 T20 મેચો પછી T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ છગ્ગા મારનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. રિંકુએ અત્યાર સુધીમાં 25 છગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં સિક્સર કિંગ યુવરાજ સિંહ 27 સિક્સર સાથે નંબર વન પર છે.


Google NewsGoogle News