World Cup 2023 : વિરાટ કોહલીએ આ વર્ષે વનડેમાં 1000 રન પૂરા કર્યા, સચિનનો રેકોર્ડ તોડ્યો

વિરાટે શાનદાર બેટિંગ કરતા 50 બોલમાં તેની 70મી ફિફ્ટી ફટકારી છે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : વિરાટ કોહલીએ આ વર્ષે વનડેમાં 1000 રન પૂરા કર્યા, સચિનનો રેકોર્ડ તોડ્યો 1 - image
Image:IANS

World Cup 2023 IND vs SL : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ODI World Cup 2023ની મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા દિલશાન મધુશંકાના બીજા જ બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ સંભાળી છે. વિરાટે શાનદાર બેટિંગ કરતા 50 બોલમાં તેની 70મી ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ વિરાટે કેટલાંક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

વિરાટે સૌથી ઝડપી 8000 રન બનાવ્યા

વિરાટ કોહલી એશિયામાં વનડે ક્રિકેટ(Virat Kohli Scored Fastest 8000 Runs In ODI)માં સૌથી ઝડપી 8000 રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ કોહલીએ સચિન તેંડુલકરનો પણ એક રેકોર્ડ તોડ્યો છે. કોહલી એક કેલેન્ડર યરમાં સૌથી વધુ વખત 1000 કે તેથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લીસ્ટમાં ટોપ પર પહોંચી ગયો છે. આ મામલે વિરાટે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. કોહલીએ 8મી વખત એક કેલેન્ડર યરમાં 1000 રન બનાવ્યા છે, જયારે સચિને 7 વખત આવું કર્યું છે.

વિરાટ ફટકારી શકે તેની 49મી સદી

વિરાટની નજર સચિનના બીજા એક રેકોર્ડ પર પણ છે, જેની તે આજે બરોબરી કરી શકે છે. તે સચિનના રેકોર્ડની બરોબરી કરવાથી માત્ર એક સદી દૂર છે. સચિન તેંડુલકરે વનડે ક્રિકેટમાં 463 મેચની 452 ઇનિંગ્સમાં 49 સદી ફટકારી છે. જયારે વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં 287 મેચની 275 ઇનિંગ્સમાં 48 સદી ફટકારી છે.

World Cup 2023 : વિરાટ કોહલીએ આ વર્ષે વનડેમાં 1000 રન પૂરા કર્યા, સચિનનો રેકોર્ડ તોડ્યો 2 - image


Google NewsGoogle News