Asia Cup 2023 Final : ભારત બન્યું 8મી વખત એશિયા કપનું ચેમ્પિયન, ફાઈનલમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું, સિરાજ મેન ઓફ ધ મેચ

8મી વખત ભારત એશિયા કપની ચેમ્પિયન બન્યું

અગાઉ ભારતીય ટીમે વર્ષ 2018માં મલ્ટીનેશન ટૂર્નામેન્ટમાં જીત મેળવી હતી

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
Asia Cup 2023 Final : ભારત બન્યું 8મી વખત એશિયા કપનું ચેમ્પિયન, ફાઈનલમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું, સિરાજ મેન ઓફ ધ મેચ 1 - image


Asia Cup 2023 Final : આજે ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં શ્રીલંકાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 15.2 ઓવરમાં 50 રન જ બનાવીને ઓલઆઉટ થઈ હતી,જેના જવાબમાં ભારતીય ટીમે 51 રનનો ટાર્ગેટ 6.1 હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતની ટીમ 8મી વખત એશિયા કપમાં ચેમ્પિયન બની છે.

શ્રીલંકાએ બાંગ્લાદેશનો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો 

એશિયા કપ 2023ના ફાઈનલમાં શ્રીલંકાએ બાંગ્લાદેશનો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે. બાંગ્લાદેશનો ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર 58 રન હતો. વન-ડેમાં સૌથી ઓછો ઓવરઓલ સ્કોરનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. ઝિમ્બાબ્વેની ટીમ શ્રીલંકા સામે 2004માં 35 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી.

ODI ફાઇનલમાં સૌથી મોટી જીત

બોલ મેચ ગ્રાઉન્ડ વર્ષ 
263  
Ind vs SL
Colombo  
2023
226 
Aus vs Eng
Sydney 
2003
179 
Aus vs Pak
Lord's
1999

ભારત માટે સૌથી મોટી ODI જીત

263 
vs SL
2023 
231
vs ken
2001
211 
vs WI
2018
188 
vs Eng
2022
ODI ફાઇનલમાં 10 વિકેટે જીત

સ્કોર ટીમ વર્ષ 
197/0
Ind vs Zim
1998
118/0
Aus vs Eng
2003
51/0
Ind vs SL
2023

શ્રીલંકા ઓલઆઉટ

પ્રથમ વિકેટ : પથુમ નિશંકા - 2 રન (4 બોલ) / બોલિંગ - મોહમ્મદ સિરાજ
બીજી વિકેટ :  કુશલ પરેરા - 0 રન (2 બોલ) / બોલિંગ - જસપ્રિત બુમરાહ
ત્રીજી વિકેટ : સાદિરા સમરાવિક્રમા - 0 રન (2 બોલ) / બોલિંગ -  મોહમ્મદ સિરાજ
ચોથી વિકેટ : ચરિથ અસલંકા - 0 રન (1 બોલ) / બોલિંગ -  મોહમ્મદ સિરાજ
પાંચમી વિકેટ : ધનંજય ડી સિલ્વા - 4 રન (2 બોલ) / બોલિંગ -  મોહમ્મદ સિરાજ
છઠ્ઠી વિકેટ : દાશુન શનાકા - 0 રન (4 બોલ) / બોલિંગ -  મોહમ્મદ સિરાજ
સાત વિકેટ : કુશલ મેન્ડિસ - 17 રન (34 બોલ) / બોલિંગ -   મોહમ્મદ સિરાજ
આઠમી વિકેટ : દુનિથ વેલ્લાલાગે - 8 રન (21 બોલ) / બોલિંગ - હાર્દિક પંડ્યા
નવમી વિકેટ : પ્રમોદ મદુશાન - 1 રન (6 બોલ) / બોલિંગ - હાર્દિક પંડ્યા
દસમી વિકેટ : મથિશા પાથિરાના - શૂન્ય રન (1 બોલ) / બોલિંગ હાર્દિક પંડ્યા

મેચ શરુ

વરસાદ બાદ મેચ શરુ થઈ છે. શ્રીલંકાના ઓપનિંગ બેટર પથુમ નિસાંકા અને કુસલ પરેરા ક્રિઝ પર છે.

ભારત છેલ્લે 2018માં ચેમ્પિયન બન્યું હતું

ભારત અને શ્રીલંકાની ટીમ 13 વર્ષ બાદ એશિયા કપના ફાઈનલમાં રમી રહી છે, આ પહેલા બંને દેશો સાત વાર ફાઈનલ રમી ચૂંક્યા છે જેમાં ભારતનો ચારમાં જ્યારે શ્રીલંકાનો ત્રણમાં વિજય થયો છે. ભારતીય ટીમ સાત વખત એશિયા કપની ચેમ્પિયન બની છે, છેલ્લે પાંચ વર્ષ પહેલા 2018માં રોહિત શર્માની આગેવાનીમાં ટ્રોફી પર કબ્જો કર્યો હતો.

વરસાદના કારણે મેચ મોડી શરુ થશે

કોલંબોમાં હાલ વરસાદ પડી રહ્યો છે જેને પગલે સમગ્ર મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્યું છે. આ સાથે જ મેચ પણ મોડી શરુ થશે.

ભારત-શ્રીલંકા વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

બેટ્સમેન

મે



હાઈસ્ટ રન

સચિન તેંડુલકર

84

3113

138

સનથ જયસૂર્યા

89

2899

189

કુમાર સંગાકારા

76

2700

138*

મહેલા જયવર્દને

87

2666

128

વિરાટ કોહલી

51

2506

166*

ભારત-શ્રીલંકા વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

બોલર

મે

વિકેટ

બેસ્ટ બોલિંગ

મુથૈયા મુરલીધરન

63

74

7/30

ચામિંડા વાસ

61

70

5/14

ઝહીર ખા

48

66

5/42

હરભજન સિંહ

47

61

5/56

અજીત અગરકર

25

59

5/44

ભારતીય ટીમ એક ફેરફાર થયો છે

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. અક્ષર પટેલ ઈજાગ્રસ્ત હોવાથી વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી છે.

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત સામેની ફાઈનલ મેચ માટે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

Asia Cup 2023 Final : ભારત બન્યું 8મી વખત એશિયા કપનું ચેમ્પિયન, ફાઈનલમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું, સિરાજ મેન ઓફ ધ મેચ 2 - image


Google NewsGoogle News