IND vs SL: સૂર્યાએ પણ એ જ કર્યું! ફરીથી દિગ્ગજ ખેલાડીને ટીમમાં ન લીધો, વારંવાર થાય છે નજરઅંદાજ
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T20 મેચમાં યજમાન શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ભારતીય ટીમ 3 મેચની T20 શ્રેણી રમી રહી છે. જેમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું સુકાન સંભાળી રહ્યા છે જ્યારે ગૌતમ ગંભીર કોચ તરીકે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મંચ પર ટીમને કોચિંગ આપી રહ્યા છે.
શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી. આ સિવાય શિવમ દુબે, ખલીલ અહેમદ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. કેટલાક ક્રિકેટ ચાહકોને અપેક્ષા હતી કે આ શ્રેણીમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગંભીર સંજુ સેમસનને વધારે તક આપશે. T20 વર્લ્ડકપમાં પણ તેને સ્કવોડમાં હોવા છતાં એકપણ મેચ રમવા મળી નહોતી અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં તે મિડલ ઓર્ડર બેટર હોવાથી વધારે દમખમ બતાવવાનો વારો જ આવ્યો નહોતો. આમ છતાં ભારત માટે એક મેચમાં તેણે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી જો આ શ્રેણીમાં તેને વધારે તક મળે તો ત્રણમાંથી કોઈ એક ફોરમેટમાં સંજુને કાયમી વિકેટકીપર બેટર તરીકે ટીમ ઈન્ડિયા વિકલ્પ સમજી શકે છે. અગાઉ રોહિતની આગેવાનીમાં પણ તેને ઓછી તકૉ મળી હતી અને ઇજા બાદ આવેલા ઋષભ પંતને સીધી જ તક મળી ગઈ હતી જ્યારે હવે સૂર્યકુમાર કેપ્ટન બનતા એ જ સિલસિલો શરૂ રહ્યો છે.
પ્રથમ T20 માટે ભારતની પ્લેઈંગ ઈલેવન:
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકન પ્લેઈંગ ઈલેવન:
બી નિસાન્કા, કે મેન્ડેસ (વિકેટકીપર), કે બરારા, એસ અસલંકા (કેપ્ટન), એફ હસરાન્જા, કે મેન્ડેસ, ડી શાંકા, એમ ધિક્ષ્ણ, એમ તેહરાન, એ ફર્નાન્ડો, ડી માધન્કા.